AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
હવે દેશી ઘીનું બ્રાન્ડિંગ કરશે ભારત
નવી દિલ્હી: ઓલિવ (જેતૂન વૃક્ષ) તેલ વિશ્વનું શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ ભારત હવે વિશ્વ બજારોમાં દેશી ઘી રજૂ કરીને ઓલિવ તેલ સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી રહ્યું છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયના સચિવ અતુલ ચતુર્વેદી કહે છે કે યોગની જેમ દેશી ઘી નું બ્રાન્ડિંગ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે, દેશી ઘી વિશ્વનું એકમાત્ર રસોઈ બનાવવાનું માધ્યમ છે, જેનો ઉપયોગ એક કરતા વધુ વખત કરવાથી નુકસાન થતું નથી, તેથી તે ઓલિવ તેલ ની તુલના માં વધુ સારું સાબિત થઈ શકે છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) ના વૈજ્ઞાનિકોને ઓલિવ તેલ સામેના દેશી ઘીમાં મળેલા પોષ્ટીક અને ગુણકારી તત્વોની તુલનાત્મક અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. ચતુર્વેદીએ કહ્યું કે આપણે જે રીતે યોગ નું બ્રાન્ડીંગ કર્યું છે, તે જ રીતે, જો દેશી ઘી નું બ્રાન્ડીંગ કરીએ તો વિશ્વના બજારોમાં ભારતનું સારું ઉત્પાદન બની શકે છે, જેને આપણે નિકાસ કરી શકીએ છીએ. અમે આઇસીએઆર પાસેથી ઓલિવ તેલ તેમજ અન્ય ખાદ્યતેલો અને દેશી ઘી નો તુલનાત્મક અહેવાલ માંગ્યો છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 31 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
58
2