AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાદૈનિક ભાસ્કર
ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત, અન્નદાતા ને ઉર્જાદાતા પણ બનાવશે સરકાર
દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે, ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી હતી. તેમણે ખેડૂતો માટે 16 સૂત્ર ફોર્મ્યુલા રજૂ કર્યા. સીતારામને કહ્યું કે સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ શું હતું 1. પીએમ કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ સાથે જોડવામાં આવશે. જેમાં 20 લાખ ખેડુતો યોજના સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત 15 લાખ ખેડુતોના ગ્રીડ પંપ પણ સોલાર સાથે જોડવામાં આવશે. 2. જે ખેડુતો પાસે ખાલી અથવા ઉજ્જડ જમીન હોય તો તેઓ સૌર ઉર્જા ઉત્પાદન એકમો સ્થાપિત કરી શકશે જેથી તેઓ ત્યાંથી ઉત્પન્ન થતી સૌર ઉર્જા વેચી શકે. 3. બ્લોક અને તાલુકા કક્ષાએ વેરહાઉસિંગ બનાવવાં માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ફૂડ કોર્પોરેશન અને સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન પણ તેમની જમીન પર પણ કોલ્ડ સ્ટોરેજ બનાવશે. દેશમાં વધુ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. આ માટે પીપીપી મોડેલ અપનાવવામાં આવશે. 4. રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ અટકાવવા પગલાં લેવામાં આવશે.
5. પશુધન રોગોનો અંત લાવવાનો લક્ષ્ય. તેમાં મનરેગાનો ઉપયોગ કરવામાં આવશે. દૂધ પ્પ્રોસેસીંગ કરવાની ક્ષમતા બમણી કરવામાં આવશે. 53 મેટ્રિક ટન થી 108 મેટ્રિક ટન સુધીનું લક્ષ્ય. 6. ભારતીય રેલ્વે કિસાન રેલ્વે બનાવશે. ટ્રેન માં સ્ટોરેજની પણ વ્યવસ્થા હશે. સરકાર દૂધનું ઉત્પાદન બમણું કરવાની યોજના ચલાવશે. 7. જૈવિક ખેતી દ્વારા ઓનલાઇન માર્કેટમાં વધારો કરવામાં આવશે. સોર્સ- દૈનિક ભાસ્કર, 1 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો કૃપા કરીને તેને લાઈક કરો અને શેર કરો.
76
14