AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Jan 20, 07:00 AM
યોજના અને સબસીડીડીડી ન્યુઝ
પશુપાલન માટે નાબાર્ડ તરફથી 33 % સબસીડી
• કેન્દ્ર સરકારે ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના (DEDS) ની શરૂઆત કરી છે. • ઉદ્યમીતા વિકાસ યોજના માટે 323 કરોડ રૂપિયાનું બજેટ છે. • DEDS યોજનામાં તમને લગભગ 1.75 લાખ રૂપિયાની સબસિડી મળશે. • અનુસૂચિત જાતિ કે જનજાતિ ની કેટેગરીમાં છો તો તમને 33% સબસીડી મળવા પાત્ર રહેશે.
• રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) તરફથી ડેરી ઉધ્યમિતા વિકાસ યોજના ના અંતર્ગત પશુ ખરીદવા, વાછરડાનો ઉછેર, વર્મી કમ્પોસ્ટ, ડેરી પાર્લર સહિત બધાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ યોજના ની વધુ માહિતી માટે નજીક ની ગ્રામીણ બેંક, કોઓપરેટીવ બેંક, જિલ્લા પશુ અધિકારી અથવા સીધા જ નાબાર્ડ સાથે સંપર્ક કરવો. સંદર્ભ: ડીડી ન્યુઝ વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં! https://www.youtube.com/watch?v=s-jzT6-jTVM
17
0