AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
વાવેતર અને ઉત્પાદન ઘટતાં સીઝન લેટ થતાં ગાજરના ભાવ આસમાને
પાટણઃ સતત વરસાદના કારણે ગાજર નું વાવેતર અને ઉત્પાદન ઘટતાં તેમજ સિઝન લેટ થતા માર્કેટમાં જથ્થો ઓછો આવતો હોવાથી આ વખતે જાન્યુઆરી માસમા ગાજર ના ભાવ આસમાને પહોંચ્યા છે છેલ્લાં 40 વર્ષમાં સૌથી ઊંચા ભાવ છે હાલમાં ખેડૂતોને મણના રૂ.350 થી 400 સુધીના ભાવ મળી રહ્યા છે.
ગાજરની સિઝન શરૂ થઇ ગઇ છે પરંતુ દર વર્ષની સરખામણીએ જથ્થો ખૂબ ઓછો આવી રહ્યો છે વરસાદના કારણે રાજસ્થાનના જોધપુર અને પાટણમાં પણ વાવેતર ઓછું થયું હોવાથી તેમજ સિઝન લેટ થતા આ વખતે ગાજરના ભાવ ઉંચકાયા છે.વાવેતર સમયે સતત વરસાદ ચાલુ રહેતા ખેડૂતો પૂરતું વાવેતર કરી શક્યા નથી બે વખત પણ વાવેતર કરવું પડ્યું હતું જેના કારણે આ વખતે ગાજર ની ખેતી ખેડૂતો માટે થોડી મોંઘી બની છે તેમજ દર વર્ષે એક વીઘામાંથી 300 થી 350 મણ ઉત્પાદન મળતું હતું આ વખતે 200 થી 250 મણ ઉત્પાદન મળે છે પરંતુ આ વખતે જાન્યુઆરી માસમાં અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 10 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
7
0