AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
ઓર્ગેનિક ખેતી અપનાવી કોડીનારના ખેડૂતે અઢી વીઘામાં કરી કેળાની ખેતી
ગીરસોમનાથ: રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે. પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ પોતાની અઢી વીઘા જમીનમાં ગૌમુત્ર અને દેશી ખાતરના ઉપયોગથી કેળાની ખેતી રહ્યા છે. તેમની ધારણા હતી કે કેળાના એક ઝાડ દીઠ 20 કિલો ઉત્પાદન આવશે પરંતુ 35થી 40 કિલોનું ઉત્પાદન થતા આવક બમણી થઇ ગઇ છે. પહેલા વર્ષે જ તેઓએ 25 ટન કેળાનું ઉત્પાદન મેળવ્યું હતું. આ ઝેરમુક્ત કેળાનો માર્કેટમાં ભાવ પણ સારો મળી રહ્યો છે. થોડા સમય પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ હતી. જેમાં કોડીનાર તાલુકાના દેવળી ગામના જીતુભાઈ સોલંકીના મોડલ ફાર્મમાં કેળાનું નોંધપાત્ર ઉત્પાદન થતા અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ પ્રેરિત થયા છે. જીતુભાઈ અન્ય ખેડૂતોને કેળાની ખેતીમાં મળેલી સફળતા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. જીતુભાઈ જણાવ્યું હતું કે, તેમાં અઢી વીઘામાં કેળનું વાવેતર કર્યું છે. એક વીઘામાં 800 કેળના ઝાડ થયા છે. અને બીજા વર્ષે પાકમાં 2 છોડ ઉગી રહ્યા છે. પ્રથમ વર્ષે 25 ટન કેળાનો ગીર ગાય આધારિત ખેતીથી ઉતારો આવ્યો છે. બીજા વર્ષે જમીન વધુ ફળદ્રુપ થતા કેળાનું ઉત્પાદન બમણું થયું છે. પ્રથમ વર્ષે 2થી અઢી લાખના કેળાનું વેચાણ થઈ ચૂક્યું છે.
બીજાના કેળાના ભાવ 20 કિલોગ્રામના 160થી 180 આવતા હોય છે ત્યારે તેમણે ખેતરમાં જ વેપારીઓ દ્વારા રૂ.250થી વધુ ભાવ મળે છે. જીતુભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીને લીધે જમીન વધુ ફળદ્રુપ થતા કેળના ઝાડ દીઠ 20 કિલો કેળાના ઉત્પાદનની ધારણા હતી જે વધીને સરેરાશ 35 કિલો સુધી પહોંચી છે. આમ ઉત્પાદન સ્વભાવિક રીતે જ બમણું થયું છે. અમુક ઝાડ પર તો 50 કિલોની લુમો હાલ આ જ ફાર્મમાં જોવા મળે છે. જે પ્રાકૃતિક ખેતીથી ઝેરમુક્ત કેળા સમાજને આપવાની દિશામાં મહત્વનું યોગદાન છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 9 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
18
0