AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
એન્જીનિયર દીકરાની સિદ્ધિ, ખેતરમાં ઉગાડ્યા ડ્રેગન ફ્રૂટ, કરી લાખોની કમાણી
ખેડૂતનો દિકરો ગમે તે કાર્ય સાથે જોડાય પરંતુ ખેતી સાથેનો લગાવ ક્યારેય ઓછો થતો નથી. ડાંગની ધરા પર ખેડૂતો સાહસ કરવામાં ક્યારેય પાછા પડતા નથી ત્યારે આજે કૃષિ વિશ્વમાં ડ્રેગનફ્રૂટની ખેતીમાં સફળતા મેળવનાર ખેડૂત અને એન્જીનિયર એવા પ્રવીણભાઈ બાગુલે ડાંગ જિલ્લાના સરવર ગામથી બે કિલોમીટર દૂર આવેલ પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટનો પાક લેવાનો નિર્ણય કર્યો અને તેમણે અથાગ પ્રયત્ન અને આગવી કોઠાસૂઝથી ડ્રેગન ફ્રુટના છોડનું વાવેતર કર્યું. તેમાં તેમને સારી એવી સફળતા મળી છે. તેમણે પોતાના ખેતરમાં સાડા ચારસો થાંભલા સફેદ ડ્રેગન ફ્રુટ અને ૪૦૦ થાંભલા પર લાલ ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે.
ખેડૂત પિતાના ખેડૂત દીકરા પોતાના પિતાના ખેતરમાં ઉગાડેલ ડ્રેગન ફ્રૂટ માટે GGRC દ્વારા ડ્રિપ ઇરીગેશન માટે સબસીડી આપવામાં આવી હતી. પાણીની સમસ્યાને નિવારવા ડ્રિપ ઇરીગેશનએ ઉત્તમ સાબિત થયું અને 3 માસ અગાઉ સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં 200 કિલો જેટલું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મળ્યું હતું. આ ખેડૂતની સફળ ખેતીને જોવા માટે અને જાણકારી મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકમાત્ર ખેડૂત એવા પ્રવિણભાઈએ નોકરી સાથે ડ્રેગન ફ્રુટની ખેતી કરી નવો ચીલો ચાતર્યો છે. સંદર્ભ: સંદેશ ન્યૂઝ, 07 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
37
0