AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
રાજયમાં યુરિયા ખાતરની અછતને લઈને સરકારનો મોટો ખુલાસો
રાજ્યમાં રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પૂનમચંદ પરમારે કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ જરૂરિયાત જણાશે તો વધુ યુરિયા ખાતરનો જથ્થો મેળવવામાં આવશે. બીજી બાજુ રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં યુરિયાની અછતને લઇને ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. પરંતુ આજે વહેલી સવારે ડીસા રેલવે સ્ટેશન પર 42 હજાર જેટલી યુરિયાની બોરીનો જથ્થો ઉતરી જતા હવે યુરિયા ખાતરની તંગી દૂર થશે તેવી વાત હાલ સામે આવી રહી છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પૂનમચંદ પરમારે જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે રવિ અને ઉનાળુ ઋતુ માટે ઓગષ્ટ માસમાં ભારત સરકાર પાસે 11.00 લાખ મેટ્રિક ટન યુરિયા, 2.50 લાખ મેટ્રિક ટન ડી.એ.પી., 2.36 લાખ મેટ્રિક ટન એન.પી.કે. અને 60 હજાર મેટ્રિક ટન એમ.ઓ.પી ખાતરની જરૂરિયાતો મંજુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત યુરીયા ખાતરનો 50,000 મે ટન વધારાનો જથ્થો બફર સ્ટોક તરીકે પણ ફાળવેલ છે. તેમણે કહ્યુ કે, હાલમાં, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદ જિલ્લાના કેટલાક ચોક્કસ સ્થળોએ યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે. સદર જિલ્લાઓમાં યુરીયા ખાતરનો જથ્થો મહેસાણા, કાંકરીયા (અમદાવાદ), રણોલી (વડોદરા) અને આણંદ ખાતે રેલવે રેંક અને રોડ દ્વારા આગામી પાંચ દીવસમાં અંદાજીત 10,000 મેટ્રીક ટનનો જથ્થો પૂરો પાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સંદર્ભ: સંદેશ ન્યૂઝ, 05 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો
15
0