AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
તીડથી પાકને નુકસાનનો સરવે પૂર્ણ 266 ગામમાં 17321 હેક્ટર પાકનો નાશ
પાલનપુર,વાવ,થરાદ: ગ્રામસેવકોનો તીડ સર્વે પૂરો કરી લીધા બાદ ખેતીવાડી વિભાગે સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી દેવા તજવીજ હાથ ધરી છે. અગાઉ તલાટીઓ દ્વારા જે સર્વે થયો હતો તે હવે 100થી વધુ ગ્રામસેવકો 13 તાલુકાના 266 ગામમાં જઈને 17,804
ખેડૂતોની 17,321 હેકટર જમીનનો પાક બગડ્યો હોવાની પ્રાથમિક વિગતો એકઠી કરી સરકારમાં રિપોર્ટ કરશે. જેના આધારે સહાય જાહેર કરાશે. જિલ્લાના 13 તાલુકામાં 14 ડિસેમ્બરથી તીડએ કોઈને કોઈ ગામોમાં નુકસાન કર્યું હતું. જે બાદ થરાદમાં આવેલા મહાકાય ઝુંડે થરાદના 15 ગામોમાં હજારો હેકટર જમીનમાં પાકનો સફાયો બોલાવતા ફરીદાબાદ અને જોધપુરના ભારત સરકારના કૃષિ કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ 3 દિવસ અહીં રહી પરિસ્થિતિ પર નજર રાખી આક્રમક ટીમો દ્વારા દવા છંટકાવ કરાવી 35 ટકા તીડનો સફાયો કરવામાં સફળતા મેળવી હતી. સંદર્ભ – દિવ્યભાસ્કર, 02 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
19
0