AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાગુજરાત સમાચાર
બટાટાના ભાવમાં 20 કીલોએ રૂપિયા 100 નો તોતિંગ વધારો
મોડાસા: ગત વર્ષે વધુ વરસાદને લઈ તમામ પ્રકારના પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. ભારે વરસાદ અને વંટોળ સાથે માવઠાને લઈ શાકભાજીને પણ નુકશાન પહોંચતાં ડુંગળીની તીવ્ર અછત સર્જાઈ હતી અને શાકભાજીની રાણી તરીકે જાણીતી ડુંગળીના
કીલોના દોઢસો રૂપિયે પહોંચેલા ભાવો એ ગ્રાહકોને રડાવ્યા હતા. હવે બજારમાં છવાયેલી બટાટાની અછત ને લઈ શાકભાજીના રાજા પણ હવે મોંઘા બન્યા છે. મોડાસાના શાકભાજી હોલસેલ વેપારી ના જણાવ્યા મુજબ હાલ અન્ય સ્થળેથી બટાટાની આવક ઘટી છે. અગાઉ રૂ. 200 થી 240 રૂપીયે મણે વેચાતા બટાટાના ભાવ હાલ રૂ..340 થી 350 નોધાઈ રહ્યા છે. જો કે સ્થાનિક કક્ષાએથી છેલ્લા અઠવાડીયામાં થયેલી બટાટાના નવા માલની આવક ને લઈ હાલ બટાટાના કીલોના ભાવ રૂપીયા 25 થી 30 એ સ્થિર થયા છે. સંદર્ભ – ગુજરાત સમાચાર, 01 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
12
0