AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાગુજરાત સમાચાર
આણંદ જિલ્લામાં રવી સીઝનમાં વધુ 3,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું
આણંદ: ચરોતર પંથકનો ભાલ વિસ્તાર દેશ-વિદેશમાં ઘઉંની ખેતી માટે જાણીતો છે ત્યારે હાલ પડી રહેલ ઠંડીના કારણે આણંદ જિલ્લાના ભાલ પંથકમાં ખેડૂતો દ્વારા ઘઉં સહિતના રવિપાકની વાવણી શરૂ કરી દેવામા આવી છે. ઠંડી માફકસર રહેતા ઘઉંના પાક સહિત રવિપાકને ફાયદો થશે તેવી આશા ધરતીપુત્રો રાખી રહ્યા છે. જો કે આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ લગભગ વધુ ૩ હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું છે. આ અંગે ખેતીવાડી અધિકારીના વધુમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં ૫૪૪૭૭ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું છે. જો કે ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન જિલ્લામાં ૫૧૬૯૮ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું હતું. જેથી ચાલુ
વર્ષે અંદાજિત ૩ હજાર જેટલા વધુ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું છે. સાથે સાથે જિલ્લામાં ૪૫૦૦ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું હોવાનું જાણવા મળેલ છે. સંદર્ભ – ગુજરાત સમાચાર, 02 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
14
0