AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
આગામી 10 દિવસ ઠંડીનું જોર વધશે હવામાન વિભાગે કરી આગાહી
હાલ સમગ્ર ગુજરાતવાસીઓ મસ્ત ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. શીતલહેર સમગ્ર ગુજરાતને પોતાની ચપેટમાં લઈ લેશે. તો ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 10 દિવસ ગુજરાતમાં ભારે ઠંડા પવનો ફૂંકાશે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાશે. ગઇકાલે કચ્છનાં વડા મથક ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી પડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી જ્યારે નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું. આ સાથે અમદાવાદમાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં હજુ ઠંડી વધશે અને 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ રહેશે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ, 02 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
23
3