AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
તુર્કીથી આયાત કરેલા કાંદા આવવા છતાંયે ભાવ હજુયે 90 રૂપિયા કિલો
કાંદાના આકાશે આંબતા ભાવને નિયંત્રણમાં લાવવા તુર્કીથી કાંદા આયાત કરાઇ છે. તુર્કીના કાંદાનો જથ્થો શહેરમાં ઠલવાયો છતાં હજુપણ સુરત MPMC માં મણનો ભાવ રૂ.1300થી 1400 જ્યારે રિટેઇલમાં કાંદા રૂ. 90 કિલોદીઠ જેટલો ઊંચો છે.
મોટા પ્રમાણમાં કાંદાની આયાત કરવામાં આવી વિદેશી કાંદાની આવક શરૂ થાય તેની કાગડોળે સુરત માર્કેટના વેપારીઓ રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી તુર્કીથી ઇમ્પોર્ટ કરાયેલા કાંદા વાયા મુંબઈ થઈને એપીએમસીમાં આવવા શરૂ થયાં છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના નવા કાંદાની પણ આવક શરૂ થઈ છે. જેનો દર મણદીઠ રૂ.1200થી 1600 છે. રિટેલમાં નાનીથી મોટી સાઇઝના કાંદાએ રૂ. 75થી 90ની સપાટી જાળવી રાખી છે. સુરત એપીએમસીના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યારે સૌરાષ્ટ્રથી નવા કાંદા આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નિઝામપુર, સાંકરી અને સતારાથી નવા કાંદાની આવક થઈ રહી છે. જ્યાં રોજ 9 ટ્રક આવતી હતી. જેની સામે હવે 12 ટ્રક કાંદા આવી રહ્યા છે. જેથી ભાવ કિલોએ રૂ.75થી 90 ચાલી રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વધુ સ્ટોક સુરત એપીએમસીમાં આવશે જેના કારણે હજુ થોડા ભાવ નરમ થાય તેવી વકી છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 29 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
14
0