કૃષિ વાર્તાગુજરાત સમાચાર
ગુજરાતમાં 46.96 ટકા ખરીફ વાવેતર સંપન્ન, ગત વર્ષે કરતા વધુ વાવેતર !
ગુજરાતમાં હાલમાં પડી રહેલા સારા એવા વરસાદે ખરીફ વાવેતરને જીવતદાન આપ્યું છે. રાજ્યમાં ગત વર્ષે ૮ જુલાઇ સુધીમાં સરેરાશ ૧૩૮.૬૮ મીમી ( ૫.૫૪ ઇંચ ) વરસાદની સામે ચાલુ વર્ષે ૧૯૧.૦૧ ( ૭.૬૪ ઇંચ ) વરસાદ પડી ગયો હોવાથી ખેતીક્ષેત્રમાં ભારે ઉત્સાહની સાથે સારા ખરીફ પાકની આશા રખાઇ રહી છે. ગત વર્ષે આ સમયગાળમાં ફક્ત ૨૩,૬૭,૮૩૧ હેક્ટરમાં થયેલા ખરીફ વાવેતરની સામે આ વર્ષે ખેડૂતોએ ૩૯,૮૦,૯૩ હેક્ટરમાં ખરીફ વાવેતર કરેલ છે. જે ગત વર્ષની તુલનામાં ૧૬.૧૩ લાખ હેક્ટર વધુ હોવાનું દર્શાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૬.૯૬ ટકા ખરીફ વાવેતર થઇ ગયું છે. જે સારા સંકેત આપે છે. ખરીફ વાવેતરની સિઝન ૩૧ જુલાઇ સુધી હોય છે. ત્યારે હજુ ૨૩ દિવસનો વાવેતર સમય બાકી છે. ત્યારે આગામી દિવસોમાં રેકોર્ડબ્રેક વાવેતર થવાની સંભાવના દેખાઈ રહી છે. ચાલુ વર્ષે કપાસમાં ૭૨.૫૪ ટકા વાવેતર થઇ ચૂક્યું છે. ૧૮.૭૬ લાખ હેક્ટરમાં તેનું વાવેતર થઇ ગયું છે. જ્યારે મગફળીમાં ૧૧.૮૫ લાખ હેક્ટર વાવેતર સાથે ૭૫.૫૪ ટકા વાવેતર સંપન્ન થયું છે. બંને પાકોને લઇને ખેડૂતો ભારે આશાવાદી છે. સંદર્ભ : ગુજરાત સમાચાર 8 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
5
0
સંબંધિત લેખ