કૃષિ વાર્તાગુજરાત સમાચાર
ખેડૂતોને સરકારની ભેટ, સોયાબીન-તુવેર જેવા ખરીફ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
નવી દિલ્હી: ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે સરકારે જુદા જુદા ખરીફ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) એટલે કે ટેકાના ભાવોમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠકમાં ખરીફ પાકમાં ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેબિનેટમાં ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તુવેર, સોયાબીન, સૂર્યમુખી સહિત 13 અનાજના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે વેજ કોડ બિલને પણ પાસ કરી દીધું છે.
ડાંગરની એમએસપીમાં 85 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારો કરાયો છે. ડાંગરનો ટેકાનો ભાવ હવે વધીને 1835 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયો છે. આ સિવાય સોયાબીનની કિંમતોમાં 311 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવામાં આવ્યો છે. બાજરીના ટેકાના ભાવમાં 120 રૂપિયાનો વધારો કરાયો છે. સંદર્ભ: ગુજરાત સમાચાર તા:03 જુલાઈ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
11
0
સંબંધિત લેખ