વીડીયો વાર્તાAgroStar YouTube Channel
કોટન બમ્પર ધમાકાના ભાગ્યશાળી વિજેતાને એગ્રોસ્ટાર કંપની કપાસ કૃષિ ચર્ચા સત્રમાં ટ્રેકટરનું પુરસ્કાર પ્રદાન કર્યું
બોટાદ, ગુજરાત, ૪ એપ્રિલ,૨૦૧૯: એગ્રોસ્ટાર કંપનીએ તેમના કપાસના ભાગ્યશાળી ખેડૂતોને ઇનામો આપવા માટે, મ્યુનિસિપલ કૉર્પોરેશન હોલ ખાતે, સતત બીજા વર્ષે કોટન બમ્પર ધમાકા ડ્રોનું આયોજન કર્યું છે. આવું આયોજન ગયા વર્ષે પણ કંપનીમાંથી કપાસનું બીજ ખરીદનારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું. એગ્રોસ્ટાર, એકમાત્ર કંપની છે જે ખેતર અને ખેતીની સચોટ માહિતી એકત્ર કરી ખેડૂતને વૈજ્ઞાનિક ઢબે ખેતીમાં એગ્રોનોમી ને લગતા સલાહ સૂચનો આપી પાકનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ઉપજ વધારવા કટિબદ્ધ છે. ગયા વર્ષેની જેમ, આ વર્ષે પણ, ઘણા નસીબદાર ખેડૂતોએ બેટરી પમ્પ, મોબાઇલ ફોન અને બાઇક જેવા ઇનામો જીત્યા. વધુ નસીબદાર ખેડૂત શ્રી રમેશભાઈ ડઢાણીયા (ગામ : ગોમટા, તા : ગોંડલ, જી: રાજકોટ) જેણે ટ્રેક્ટરના બમ્પર ડ્રોમાં પુરસ્કાર જીત્યો. બોટાદ અને બોટાદની આસપાસના લગભગ હજાર ખેડૂતોની હાજરીમાં પારદર્શક કોટન બમ્પર ધમાકા ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટેના મુખ્ય મહેમાન ડૉ. ટી. એલ. ઢોલરીયા, સોલર એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને ડૉ. ટી. એમ. ભરપોડા, નિવૃત્ત કીટકશાસ્ત્રી, આણંદ કૃષિ યુનિવર્સીટી હતા. એગ્રોસ્ટાર વિશે બોલતા, એગ્રોસ્ટારના પ્રાદેશિક મેનેજર શ્રી પ્રવીણ પાટિલે જણાવ્યું હતું કે, “એગ્ર્રોસ્ટારમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ સાથે અમારા એગ્રી ડોકટરો દ્વારા માર્ગદર્શન આપવું છે, ખેડૂતોને તેમના પાકના ઉત્પાદનમાં વધારો કરવા અને ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં સહાય કરવામાં આવે છે. જમીનની પ્રત, પાણીની સગવડ અને ખેતીની પદ્ધતિમાં ફેરફારો સાથે, ખેડૂતોને પ્રગતિશીલ ખેતી અપનાવવા માટે પરંપરાગત ખેતી પદ્ધતિઓ છોડીને દૂર જવું પડશે.”
આ વર્ષે કપાસની મોસમ માટે, એગ્રોસ્ટાર કંપનીએ ‘ગોલ્ડ સર્વિસ’ તરીકે ઓળખાતી નવી સેવા શરૂ કરી છે. આ સેવા દ્વારા, એગ્રોસ્ટારના કૃષિ ડોક્ટર્સ કપાસના ખેડૂતોને કપાસના વાવેતરથી વીણી સુધીનું સંપૂર્ણ વ્યક્તિગત વૈજ્ઞાનિક માર્ગદર્શન આપશે. કપાસના ખેડૂતો કે જેઓ સારી ઉપજ મેળવવા માંગે છે, તેમણે પોતાની જમીન ની પ્રત અને સિંચાઇ ની વ્યવસ્થા મુજબ યોગ્ય બીજની પસંદગી માટે મફત સલાહ મળશે. એગ્રોસ્ટારના કૃષિ ડોક્ટરો તેમના કપાસમાં જીવાત અને રોગોને અંકુશમાં લેવા માટેના નિવારક પગલાં સાથે ખેડૂતોને માર્ગદર્શન આપવા અને સમગ્ર પાકના જીવનચક્રમાં યોગ્ય પોષણ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદનની સારી ગુણવત્તાની ખાતરી આપવા માટે હાથમાં હાથ નાખી કામ કરે છે. ખેડૂતો કે જેઓને એગ્રોસ્ટાર ગોલ્ડ સર્વિસ વિશે વધુ માહિતી જોઈતી હોય, તેઓએ 1800 3000 0021 પર એક મિસ કૉલ કરવો પડશે. એગ્રોસ્ટાર વિષે: એગ્રોસ્ટારનો ઉદ્દેશ એ છે કે ખેડૂતોને તેમના ઘરે બેઠા, ઉત્તમ કૃષિ માર્ગદર્શન મળે સાથે કૃષિ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય . કંપની હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યમાં ૧૦ લાખથી વધુ ખેડૂતો સાથે તેના ડિજિટલ એપ્લિકેશન પ્લેટફોર્મ પર કાર્યરત છે. આ રાજ્યોમાંના ખેડૂતો તેમના સમગ્ર પાકના જીવનચક્ર દરમ્યાન માત્ર એક સરળ "મિસ કૉલ" દ્વારા અથવા મોબાઈલની એપ્લિકેશન મારફતે, કે જે દેશની સૌથી વધુ રેટિંગ ધરાવતી ખેતી માટેની એપ્લિકેશન છે જેમાં કૃષિ આધારિત સમસ્યાઓના ઉકેલો મેળવવા માટે ઉપયોગ કરી શકે છે. આ વિડિઓને જોયા બાદ, તમારા ખેડૂતોના વોટસેપ ગ્રુપ પર સેર કરો.
24
0
સંબંધિત લેખ