પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓમાં જોવા મળતો એસિડીટીનો રોગ અને તેનો ઉપચાર
વાગોળતા પશુઓમાં એટલે કે ગાય, ભેંસ, ઘેટા-બકરામાં સૌથી વધુ રોગ જોવા મળતા હોય તો તે પાચનતંત્રના રોગ હોય છે, આવો જ એક રોગ એસિડીટી નામનો રોગ છે, આ રોગ ‘અમ્લ અપચો’ અથવા અંગ્રેજીમાં ‘રૂમિનલ એસીડોસીસ’ તરીકે પણ ઓળખાય છે. ક્યા ક્યા પદાર્થો ખાવાથી એસિડોસીસ થાય? વધુ પડતા કાર્બોદિત પદાર્થો જેવા કે ઘઉં, બાજરી, જુવાર, ચોખા, મકાઈ, જઉ અને કઠોળ તથા તેના લોટ તથા એની બનાવટો, તે ઉપરાંત બ્રેડ, બેકરીનો બગાડ, ગોળ, દ્રાક્ષ, સફરજન, બટાટા, રાંધેલા ભાત, રસોડાનો એઠવાડ ખાવાથી તથા જ્યારે ખાણ-દાણમા આકસ્મિક ફેરફાર કરવામા આવતો હોય ત્યારે આ રોગ થાય છે.
રોગના લક્ષણો: રોગના લક્ષણો પશુએ કેટલી માત્રામા ઉપરોક્ત કાર્બોદિત પદાર્થો ખાધા છે તેના ઉપર આધારિત છે. શરૂઆતમા પશુ સુસ્ત અને નબળુ જણાય છે, ખાવા-પીવા અને વાગોળવાનું બંધ કરે છે. પશુ થોડા સમયમા બેસી જાય, આફરો ચઢે, મોં માથી લાળ ઝરે, જઠરનુ હલન-ચલન ઘટી જાય છે, પશુની દુધ ઉત્પાદનશક્તિ અને કાર્યશક્તિમા ઘટાડો થાય છે, પશુનો પોદળો ઢીલો થઈ જાય છે અને ખટાસ જેવી વાસ આવે છે. શરીરમાં પાણીનુ પ્રમાણ ઘટી જાય છે, પશુ લંગડાતું ચાલે છે, જો વધારે કાર્બોદિત પદાર્થો ખવાઈ ગયા હોય, તો આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને સારવારના અભાવે પશુનું મૃત્યુ થાય છે. ઘરગથ્થુ ઉપચાર: ઘરગથ્થુ ઉપચારમાં ગાય-ભેસમાં ૨૦૦ થી ૩૦૦ ગ્રામ ખાવાના સોડાને પાણીમાં ઓગાળીને તાત્કાલિક નાળ વાટે આપવાથી રાહત મળે છે. વધારે ગંભીર લક્ષણો દેખાતા તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
119
0
સંબંધિત લેખ