કૃષિ વાર્તાકૃષિ જાગરણ
હવે, મશીનથી જાણો ફળ અને શાકભાજીમાં જંતુનાશકની માત્રા !
ભારતીય વિજ્ઞાન અને સંશોધન સંસ્થા (આઈઆઈએસઇઆર) તિરુવનંતપુરમ ના વિદ્યાર્થીઓની ટીમે એક મશીન બનાવ્યું છે, જેની મદદથી ખતરનાક જંતુનાશકની માત્રાને સરળતાથી શોધી શકે છે. જંતુનાશક દવાઓની તપાસ માટે સૌપ્રથમ ફળ અથવા શાકભાજીના રસનો નમૂના લો અને તેને કાગળની પટ્ટી પર મૂકો. રમન સ્પેક્ટ્રોમીટરથી આ મશીન પેપર પટ્ટીને નાખતા જ રસના નમૂનાઓ વિશે માહિતી આપશે. મશીનમાં બતાવેલ જંતુનાશક માત્રાના મૂલ્યાંકન દ્વારા તમે નિર્ણય કરી શકો છો કે ફળ અથવા શાકભાજી ખાવા યોગ્ય છે કે નહીં. ફળો અથવા શાકભાજીમાં જંતુનાશકોની માત્રાને નીકાળતા 7 થી 8 દિવસનો સમય લાગતો હતો, પરંતુ આ નવી શોધ ફક્ત 5 કલાકમાં જંતુનાશકોનું પ્રમાણ બતાવી શકે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ મશીન ખૂબ જ જલ્દી માર્કેટમાં આવશે. સંદર્ભ: કૃષિ જાગરણ, 6 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
0
સંબંધિત લેખ