કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પીએમ-કિસાન હેઠળ 8.89 કરોડ ખેડૂત માટે 17,793 કરોડ જાહેર કરાયા
દેશમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ, ખેડુતોની સહાય તેમજ કૃષિ પ્રવૃત્તિઓ માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લોકડાઉન દરમિયાન એટલે કે 24 માર્ચ 2020 થી 20 એપ્રિલ 2020 દરમિયાન લગભગ 8.89 કરોડ ખેડૂત પરિવારોને લાભ આપ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 17,793 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય ખેડુતો માટે ખૂબ ફાયદાકારક સરકારી યોજના નીવડી રહી છે. જેમાં પીએમ-કિસાન અંતર્ગત દેશના નાના અને સીમાંત ખેડુતોને રૂ.6000 ત્રણ હપ્તામાં દર વર્ષે આપવામાં આવે છે. કોવિડ -19 રોગચાળાને કારણે પ્રવર્તિત પરિસ્થિતિ દરમિયાન અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અથવા પીએમજીકેવાય હેઠળ પરિવારોમાં કઠોળનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં લગભગ 107,077.85 મે.ટન કઠોળનું વિતરણ કરવામાં આવ્યું છે. પીએમજીકેવાય અંતર્ગત આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ગોવા, ગુજરાત છત્તીસગઢ,દમણ અને દીવના લાભાર્થીઓને કઠોળનું વિતરણ શરૂ કરાયું છે. બીજી તરફ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોને આંશિક સ્ટોક મળ્યો છે અને લાભાર્થીઓને તેમની યોજના મુજબ તબક્કાવાર રીતે વિતરણ શરૂ કરશે. સંદર્ભ: કૃષિ જાગરણ 21 એપ્રિલ 2020 કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
574
0
સંબંધિત લેખ