કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખુશ ખબર ! હવે 6 હજાર ને બદલે મળશે 15000 હજાર !
સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સોમવારે કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી રકમ પ્રતિ વર્ષે રૂ. 15,000 આપવાનું સૂચન કર્યું છે. જણાવી દઈએ કે, આ યોજના હેઠળ, વધુ આવક ધરાવતા ખેડૂતો સિવાયના તમામ ખેડુતોને તેમના એકાઉન્ટમાં સીધા બે-બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે કુલ રૂ. 6 હજાર આપવામાં આવે છે. પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનના નેતૃત્વમાં સ્વામિનાથન ફાઉન્ડેશન દ્વારા હવે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે હાલના સમયમાં પીએમ કિસાન યોજના નાણાં "વર્તમાન નુકસાનની ભરપાઇ કરવા અને આગામી પાકની વાવણી કરવા માટે અપૂરતા છે."_x000D_ આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે કૃષિ અને બાગાયત ખાતાએ શાકભાજી અને ફળો જેવા બગાડની સંભાવનાવાળા કૃષિ ઉત્પાદનોને ઝડપી નિકાસ ની વ્યવસ્થા કરવી જોઈએ. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૃષિ મજૂરોને તેમના ગામોમાં રોજગારીની પૂરતી તકો મળી રહી નથી અને તેમના માટે પૂરતા સુરક્ષા પગલા લેવા જોઈએ._x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ 21 એપ્રિલ 2020 _x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
1313
0
સંબંધિત લેખ