કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પાક વીમા યોજના: 20 એપ્રિલ સુધીમાં 10,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે જાહેર કરવામાં આવશે
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જુદી જુદી તારીખે વરસાદ અને કરા પડવાના કારણે ઉભા પાકમાં નુકશાન થયું હતું. આ નુકસાનની ભરપાઇ માટે મોદી સરકાર મહિનાની 20 મી તારીખ સુધીમાં 10,000 કરોડ રૂપિયાના પેકેજ જારી કરી શકે છે. આ બાબતની અટકળો પહેલાથી જ કરવામાં આવી રહી છે. પરંતુ હવે સરકાર લોકડાઉન દરમિયાન ખેડૂતોને રાહત આપવાના મૂડ માં જણાઈ રહી છે._x000D_ _x000D_ પાક વીમા યોજના હેઠળ 10,000 કરોડ ની રકમ ડાયરેક્ટ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારની તરફથી વિમા કંપનીઓ પર દબાણ ચાલુ છે તે પાક નુકશાની રકમ ઝડપથી જાહેર કરે. સરકાર ઝલ્દી જ ખેડૂતોને નુકશાની રકમ ચૂકવવા માંગે છે, કારણકે, સરકાર સાંજે છે કે લોકડાઉનની સ્થિતિ માં ખેડૂતો ને પણ ખુબ જ સમસ્યા પડે છે. એટલું જ નહીં રવિ પાક પણ સમયસર કાપણી નથી કરી શકતાં. એક ખાનગી સમાચાર પત્ર ના રિપોર્ટ અનુસાર કૃષિ મંત્રાલય અધિકારીયે જણાવ્યું કે, પાક વીમા ની રકમ ની ગણતરી હવે અંતિમ ચરણ માં છે, જલ્દી જ ખેડૂતો સુધી રકમ પહોંચશે._x000D_ _x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ 2 એપ્રિલ 2020_x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
456
0
સંબંધિત લેખ