ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાવણી પહેલા અને વાવણી વખતે ગુલાબી ઇયળ માટેના પગલાં
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ થયેલ તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ માટે ખેડૂતો આગોતરુ આયોજન તે ખૂબ જ જરુરી છે. • અગાઉ પુરા થઇ ગયેલા કપાસના અવશેષો ભેગા કરી સેન્દ્રીય ખાતર બનાવો. • કરાઠી પણ જો હજુ સુધી ખેતરમાં કે ખેતરના શેઢા ઉપર પડી હોય તો તેનો નિકાલ કરો. • કરાઠીને શ્રેડરની મદદથી ભૂકો/ટૂકડા કરી સેન્દ્રીય ખાતર બનાવી શકાય. • કરાંઠીઓનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવું નહિ. • જીનીંગ ફેક્ટરીમાં ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ ગોઠવવા. • બળતણની કરાંઠીના ઢગલાને પ્લાસ્ટીક કે શણના કંતાનથી ઢાંકી દેવા. • કરાંઠીના ઢગલા ખેતરના શેઢે કે નજીકમાં રાખવા નહિ.
• વહેલી પાકતી કપાસની જાત પસંદ કરો. • વહેલી વાવણી કરવાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ થવા સંભવ છે, સમયસર વાવણી કરો. • નોન-બીટી બિયારણનું આશ્રય (રેફ્યુજા) પાક તરીકે વાવેતર અવશ્ય કરવું. • સપ્રમાણ ખાતર અને પિયતનો ઉપયોગ કરવો. • પાકની ફેરબદલી અપનાવવી અને આંતરપાકનું વાવેતર કરવું. • એગ્રોસ્ટારની ગોલ્ડ ટ્રીટમેન્ટ અપનાવો અને તેમના માર્ગદર્શનને અનુસરો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
529
131
સંબંધિત લેખ