કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
અર્થતંત્ર માટે સારા સમાચાર: આ વર્ષે ચોમાસું વરસાદ 'સામાન્ય' રહેશે
ભારતના અડધા ભાગથી વધુની ખેતીલાયક જમીન પર પાકના ઉત્પાદન માટે જરૂરી અને દેશના આર્થિક વિકાસ માટે આવશ્યક દક્ષિણપશ્ચિમ ચોમાસું, ચાલુ વર્ષમાં 'સામાન્ય' રહેશે એવી અપેક્ષા રાખવામા આવે છે કારણ કે હવામાનની પેટર્ન અલ નિનો નું જોખમ ઘટ્યું છે. ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગના જણાવ્યા મુજબ, જૂન-સપ્ટેમ્બર ની વરસાદની મોસમમાં આ વર્ષે વાર્ષિક વરસાદ લાંબા ગાળામાં દેશમાં સરેરાશ 96% હોવાનો અંદાજ છે. આઆગાહી ઉપરાંત હવામાન કચેરીએ એવો ઉલ્લેખ કર્યો છે કે તેમની આગાહીમાં 5% ની ત્રુટિ સંભવ છે.
ચોમાસું અથવા વરસાદની મોસમ દેશમાં કૃષિ માટે અગત્યની છે કારણ કે આ વાર્ષિક વરસાદનો 70% થી વધુ પાણી જળ સ્ત્રોતો માં સંગ્રહ કરવામાં આવે છે. અને તે લાખો લોકોની આજીવિકા માટે સહાય કરે છે અને ખોરાકના ભાવને પ્રભાવિત કરે છે. દેશમાં ચોમાસામાં ઓછો વરસાદ પડે અથવા દુષ્કાળ પડે તો, ચોખા, ઘઉં અને કપાસ જેવા પાકના વિશ્વમાં બીજા સૌથી મોટો ઉત્પાદક દેશ ભારતમાં ઘણીવાર ઓછુ ઉત્પાદન થાય છે અને પાક તેમજ ખાદ્યતેલ જેવી કોમોડિટીઝની ઉચ્ચ આયાત કરવી પડે છે. સ્રોત: આઉટલુક એગ્રીકલ્ચર, 15 એપ્રિલ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
275
0
સંબંધિત લેખ