કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સીસીઆઇ એપ્રિલથી સ્થાનિક બજારમાં કપાસનું વેચાણ કરશે
કપાસની કિંમતમાં વધારાના કારણે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું છે કે એપ્રિલ મહિનાથી કપાસનું વેચાણ સ્થાનિક બજારમાં કરવામાં આવશે. ઓક્ટોબર 2018થી લઈને ચાલુ પાક સીઝનમાં કોર્પોરેશને 10.60 લાખ ગાંસડી (એક ગાંસડી-170 કિગ્રા) કપાસની ખરીદી કરેલ છે. અમદાવાદના માર્કેટમાં, સંકર-6 જાતિની કિંમત 44,000થી વધીને 44,500 પ્રતિ કેન્ડી(એક કેન્ડી-356 કિગ્રા) થયેલ છે.
વરિષ્ટ સીસીઆઇ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં એમએસપીની 10.60 લાખ ગાંસડી એમસેસપી પર ખરીદવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર અઠવાડિયા દરમ્યાન કપાસની કિંમતમાં 2000રૂપિયા પ્રતિ કેન્ડી જેટલો વધારો થયેલ છે. ઉત્તર ભારતના કોટન એશોસિએશનના પ્રમુખે, જણાવ્યું હતું: “ ચાલુ સીઝનમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયેલ છે, જેથી સ્થાનિક બજારમાં સ્થાનિક કિમતમાં વધારો થયેલ છે. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, માર્ચ 18, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
7
0
સંબંધિત લેખ