યોજના અને સબસીડીપશુપાલન ખાતું, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુ. સરકાર
નેશનલ પ્રોગ્રામ બોવાઇન બ્રીડીંગ
મુખ્ય હેતુઓ: • ખેડુતોને ઘેરબેઠા ઉત્તમ કુત્રિમ બીજદાનની સેવાઓ પુરી પાડવી • ઉચ્ચ આનુવાંશીક ગુણવત્તા ધરાવતા બીજની મદદથી નેચરલ સર્વીસ કે કુત્રીમ બીજદાનનો ઉપયોગ કરી તમામ ફેળવવા લાયક વાછરડી-પાડીઓને આયોજનબધ્ધ સંવર્ધન સેવાઓ હેઠળ લાવવી. • ભારતીય ઓલાદોનુ સંરક્ષણ, સંવર્ધન તથા વિસ્તરણની કામગીરી કરવી. • ભારતીય ઓલાદોના બ્રીડીગ ટ્રેકમાં ગુણવત્તાયુક્ત સંવર્ધન સેવાઓ ઉપલબ્ધ કરાવી આ ઓલાદોને નષ્ટ થતી બચાવવી.
યોજના હેઠળની કામગીરી: • પ્રજનન સુધારણા કેમ્પ: પશુપાલન ખાતું, વેતરનરી કોલેજીસ, જીલ્લા દુધ ઉત્પાદક સંઘો જેવી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં પશુઓની જાતીય આરોગ્ય સુધારણા માટે ફપ્રજનન સુધારણા કેમ્પની કામગીરી કરવામાં આવે છે. • તાલીમ: ભારત સરકારશ્રી દ્વારા ફંડ મંજુર થયેથી ટ્રેઇનીંગ ફોર એક્ઝીસ્ટીંગ એ.આઇ. વર્કર, પ્રોફેશનલ્સ, ટ્રેઇનર્સ ટ્રેઇનીંગ જેવી તાલીમોનું પાટણ તથા મોરબી ખાતે આયોજન કરવામાં આવે છે. સંદર્ભ: પશુપાલન ખાતું, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુ. સરકાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
160
3
સંબંધિત લેખ