સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન ની લણણી માં રાખો ધ્યાન
બીજની પરિપક્વતા થી લઈને પાકની લણણી સુધી આબોહવાની સ્થિતિમાં પરિવર્તન થાય તો બીજ ના અંકુરણ અને ગુણવત્તા પર પ્રભાવ પડે છે. સીંગમાં બીજ પરિપક્વની અવસ્થા માં ભેજનું પ્રમાણ ઓછું થઇ જાય છે. આ સ્થિતિ માં, સતત વરસાદ પાક માટે નુકશાનકારક છે. ચોમાસા દરમિયાન આવા નુકસાનને દૂર કરવા માટે પાકની પાકતી મુદત હોય ત્યારે અને પાકની ભેજનું પ્રમાણ સામાન્ય રીતે 14-16% ની વચ્ચે હોવું જરૂરી છે.
પાકની કાપણી કરતી વખતે, સાવધાની રાખો કે ખેતરમાં નિંદામણ ના હોય, જો હોય તો પાકની સાથે કાપણી ન કરવી જોઈએ. કાપણી પહેલા ખેતરમાંથી નિંદામણ દૂર કરવું જોઈએ. સીંગ ભરાય ત્યારે ડાયથેન એમ-45 ફુગનાશક 25-35 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. તે ફૂગથી થતા રોગ ને નિયંત્રિત કરવાની કામ કરે છે. પાકની કાપણી દાતરડાં ની મદદથી કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે કાપણી વખતે છોડ ઉખડી ન જાય નહિતર માટી અને પથ્થર બીજ સાથે ભેગા થઇ શકે છે. કાપણી કરેલ પાક ને તરત જ ભેગા ન કરવા જોઈએ. કાપણી કરેલ પાક ને તડકામાં સુકવવો જોઈએ. જો સોયાબીન મોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ હોય તો, 'કમ્બાઇન હાર્વેસ્ટર' સાથે લણણી કરવી શ્રેષ્ઠ છે જેથી સમય અને ખર્ચ બચી શકે. પાકની કાપણી જમીનથી 8 થી 10 સે.મી. ઉપર થી કરવી જોઈએ.આ રીતે સોયાબીન પાકની યોગ્ય કાપણી કરવી. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
404
34
સંબંધિત લેખ