એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના મુળનું ચાંચવું !
પુખ્‍ત કીટક રાખોડીયા રંગનું અને ઈયળ સફેદ રંગની ચોખાના દાણા જેવી અને તેનાથી સહેજ મોટી હોય છે. પુખ્‍ત કીટક ડાંગરના પાન પરનો લીલો ભાગ ખાય છે. જો કે તેનાથી થતુ નુકસાન નહીંવત હોય છે. જ્યારે ઈયળ જમીનમાં રહી તાજી રોપેલ ડાંગરના તંતુમુળને ખાઈને નુકસાન કરે છે. તેનો ઉપદ્રવ વધુ હોય તો છોડની વૃઘ્‍ધિ અટકી જઈ છોડ ફિકકા પડે છે અને ફૂટ થતી નથી. ઉપદ્રવ હોય તો જ ફોરેટ ૧૦ જી ૭.૫ કિ.ગ્રા/હે દાણાદાર કીટનાશક દવા જમીનમાં આપવી. વિડીયો સંદર્ભ : LSU AgCenter
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
7
સંબંધિત લેખ