સલાહકાર લેખકૃષિ જાગરણ
જાણો, ટ્રેક્ટર જાળવણી માટે સરળ રીત !
બેટરી : બેટરી પાણીનું જરૂરી સ્તર જાળવવું. સુનિશ્ચિત કરો કે બેટરીની ટોચ સ્વચ્છ, સૂકી, ગંદકી મુક્ત હોય. બેટરીના નટ અને ક્લેમ્પ્સ તપાસો, જો જરૂરી હોય તો, ક્લેમ્પ ને ટાઈટ કરો. બેટરીને ક્યારેય ઓવરચાર્જ ન કરો, વધુ પડતા ચાર્જિંગને લીધે, બેટરીની ક્ષમતામાં ઘટાડો થાય છે. મહિનામાં એકવાર બેટરી તપાસવી અને જાળવવી જોઈએ. નિયમિત વૈકલ્પિક પરીક્ષણ : નિયમિતપણે પંખાના પટ્ટાને તપાસો, જો પંખા ના પટ્ટા ઢીલા દેખાય તો અલ્ટરનેટર પાછળ ધકેલી ને ટાઈટ કરો. પંખાનો પટ્ટો ઢીલો હોય તો બેટરી સતત ચાર્જ થતી નથી જેથી બેટરી બેકઅપ ઓછું આવે છે. નિયમિત સ્ટાર્ટર મોટર તપાસ : સ્ટાર્ટર મોટર એંજિન ક્રેંક શાફ્ટને ફેરવીને એન્જિન શરૂ કરે છે. તમામ બોલ્ટ્સ સારી રીતે ટાઈટ હોવા જોઈએ, જેની નિયમિતપણે તપાસ કરવી જોઈએ, જો આવું ન થાય તો ટ્રેક્ટર શરૂ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમની જાળવણી : ટ્રેક્ટરના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો ટ્રેક્ટરની વિદ્યુત સિસ્ટમ સાથે જોડાયેલા છે. જેમાં, હેડલાઇટ, ઇન્ડિકેટર, અલ્ટરનેટર, સ્ટાર્ટર મોટર, હોર્ન વગેરે. નિયમિત કેબલ તપાસ કરવી જોઈએ. ઉચ્ચ ફ્યુઝનો ઉપયોગ કરવો જોઈએ. એન્જિનના ઉપયોગ\માં જરૂરી સૂચનાઓ - ટ્રેક્ટર અસરકારક રીતે કાર્ય કરવા અને લાંબું ટકાવવા માટે, કંપની તરફથી કરવામાં આવેલ સૂચનાઓનું પાલન કરો. એન્જિન પર વધારે લોડ ન કરવો. સામાન્ય ઓપરેટિંગ તાપમાન પ્રાપ્ત કરવા માટે, શરૂઆત માં એન્જિનને અડધી ઝડપે ચલાવો. એન્જિન ઓઇલ લેવલ : ઓઇલ નું સ્તર તપાસતા પહેલા, ખાતરી કરો કે ટ્રેક્ટર સપાટ જમીન પર પાર્ક કરેલું છે. એન્જિન બંધ કરો અને થોડો સમય રાહ જુઓ જેથી તમામ ઓઇલ મૂળ સ્થિતિ માં પાછું આવે. ઓઇલ માં ડૂબેલ દાંડીને સાફ કરો અને ત્યારબાદ તેને ફરીથી ઓઇલ ની ટાંકીમાં ડૂબડો અને ઓઇલ નું સ્તર તપાસો. જો ઓઇલ ઓછું હોય તો તેમાં ઓઇલ ઉમેરો. એંજિન ઓઇલ દર 200 કલાક પછી બદલવું જોઈએ.
સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ ટ્રેક્ટર જાળવણી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
67
0
સંબંધિત લેખ