એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ડાંગરમાં ગાભમારાની ઇયળ કેવી રીતે નુકસાન કરે છે?
આ ઇયળની માદા ફૂંદી પાનની ટોચની પાછળના ભાગે સમૂહમાં ઇંડા મૂંકે છે. ઈંડામાંથી નીકળતી નાની ઇયળો તેની લાળના ચમકતા તાંતણા વડે લટકી પાણીની સપાટીએથી ડાંગરના છોડમાં દાખલ થઇ ૨ થી ૩ દિવસ સુધી કુમળો ભાગ ખાઇ પછી થડના ગાંઠ નજીકના ભાગ ઉપર કાણુ પાડી અંદર દાખલ થઇ ગર્ભ ખાવા લાગે છે. ઇયળદ્રારા થડનો ગર્ભ ખાવાને કારણે વચ્ચેનો પીલો સુકાઇ જાય છે, તેને ‘ડેડ હાર્ટ’ કહે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
10
4
સંબંધિત લેખ