કૃષિ વાર્તાકૃષિ જાગરણ
આત્મનિર્ભર બનવા માટે સરકાર 3 ટકા વ્યાજ દરે આપી રહી છે લોન, જલ્દી કરો અરજી !
કેન્દ્રની સરકાર આત્મનિર્ભર બનવા માટે 3 ટકા પર લોન આપી રહી છે. જો લોકડાઉનને કારણે જો તમારો રોજગાર પ્રભાવિત થયો છે અને તમે તેને ફરીથી ઉભો કરવા માંગો છો, તો સરકાર તમને આમાં મદદ કરશે. સરકારે આ માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે. જો કે, આ યોજના નાના-મોટા વેપાર કરનારાઓ માટે શરૂ કરવામાં આવી છે જેથી તેઓ તેનો લાભ લઈ શકે અને આત્મનિર્ભર બને.લોકડાઉનમાં શેરી વિક્રેતાઓના વ્યવસાયને પણ અસર થઈ છે. શેરી વિક્રેતાને વિશેષ રાહત આપવા સરકારે તેને પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ શરૂ કરી છે. આ પ્રકારે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપાર કરનારા લોકો સરળતાથી 10 હજાર રૂપિયાની લોન લઇ શકે છે. લોન મેળવવા માટે વધારે દોડવાની જરૂર નથી. તમે મોબાઇલ ફોન અથવા પીએમ સ્વનિધિના ઓફિશિયલ વેબ પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો છો. આ માટે કોઈ ગેરેંટરની જરૂર નથી.પીએમ સ્વનિધિ યોજના માટે અરજી કરનારાઓને ખૂબ જ સરળ શરતો સાથે સરકાર એક વર્ષ માટે 10 હજાર રૂપિયાની લોન આપશે. એક વર્ષમાં હપ્તામાં લોન ચૂકવ્યા બાદ સરકાર તમને 7 ટકા સબસિડી આપશે.આ રીતે, સરકાર તમને ફક્ત ત્રણ ટકાની લોન આપી રહી છે. રસ્તાઓ અને ખાસ કરીને શેરી વિક્રેતાઓ રોજિંદા વસ્તુઓનું વેચાણ કરનાર કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે. લોન લેવાની કોઈ ગેરંટી ની પણ જરૂર નથી. લોન ભરપાઈ કરવામાં કોઈ સમસ્યા થાય તો દંડની જોગવાઈ પણ નથી. પીએમ સ્વનિધિ યોજના હેઠળ, નાની નોકરીઓ કરનારાઓ સરળતાથી એક વર્ષ માટે 10 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. એક વર્ષમાં સરકાર લોન ભરપાઈ કરનારાઓના ખાતામાં 7 ટકા રકમ જમા કરશે. આ રીતે, સરકાર આ લોન માત્ર ત્રણ ટકા પર આપી રહી છે. કેન્દ્ર સરકારે આ માટે 5 હજાર કરોડની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આશરે 50 લાખ લોકોને લાભ મળશે. કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને કારણે આર્થિક નુકસાન સહન કરનારાઓને વળતર આપવા માટે મોદી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ સ્વનિધિ યોજના પણ તેમાંથી એક છે. બજારમાં રોકડનો પ્રવાહ જાળવવા સરકારે બેંકોને સામાન્ય ઉદ્યોગપતિ, નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવા પણ નિર્દેશ આપ્યા છે. સંદર્ભ : કૃષિ જાગરણ, 28 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
75
9
સંબંધિત લેખ