ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલામાં ઘોડિયા ઇયળ રૌધ્ર સ્વરુપ ધારણ કરે તે પહેલા, ખેડૂત-મિત્રો ચેતો !
• દિવેલા એકલા અથવા મગફળી અને કપાસની સાથે આંતરપાક તરીકે પિયત કે બિનપિયત તરીકે ખેતી કરવામાં આવે છે. • વૃધ્ધિકાળ દરમ્યાન ચૂસિયાં ઉપરાંત ઘોડિયા ઇયળ અને પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. • ઘોડિયા ઇયળ કે જેના ઉપર જૂદા જૂદા રંગના પટ્ટા કે ડાઘા હોય અને ચાલે ત્યારે ઘોડી બનાવીને ચાલતી હોવાથી તે “ઘોડિયા ઇયળ” તરીકે ઓળખવામાં આવે છે. • ઇયળનો ઉપદ્રવ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમ્યાન વધુ રહે છે. • આ ઇયળ પાનની ધારેથી ખાવાનું શરુ કરી અંદરની તરફ આગલ વધે છે, આ એની ખાસ લાક્ષણિકતા છે. • નાની ઈયળો પાનને કોરે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. • ઇયળ ખૂબ જ ખાઉધરી હોવાથી ક્યારેક દિવેલાની માળ અને ડોડવાને પણ કોરી ખાય છે. • ઉનાળામાં આ ઇયળ બોરડીના પાન ખાઇને જીવે છે. • આ ઇયળનું પુખ્ત કિટક લિમ્બુ વર્ગના ફળનો રસ ચૂસીને નુકસાન કરે છે. • વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડીયા પછી કરેલ હશે તેમાં આ ઈયળનો ઉપદ્રવ ઓછો રહેશે. • પુખ્ત ફૂદીંઓને આકર્ષવા માટે ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવા. • મોટી ઇયળો ઉપર દવાની અસર ઓછી થતી હોવાથી છંટકાવ પહેલા આવી ઇયળો હાથથી વિણી લઇ નાશ કરવી, ઉત્તમ ઉપાય છે. • જો ઉપલબ્ધ બને તો ટીલોનોમસ અથવા ટ્રાયકોગ્રામા નામના પરજીવી કિટકો ખેતરમાં છોડવા. • બેસીલસ થુરેન્જીન્સીસ, રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. • દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે. • કીટકભક્ષી પક્ષીઓને આકર્ષવાનાં નુસખા અપનાવવા, જેમ કે ખેતરમાં તેમને આકર્ષવા માટે લાકડીના ટેકા ( બેલીખેડા/ બર્ડ પર્ચીસ) ગોઠવવા. • ઉપદ્રવની શરુઆતે લીમડાના બીના મીંજ માંથી બનાવેલ ૫%નું દ્રાવણ અથવા લીમડાના પાનમાંથી બનાવેલ ૧૦%નું દ્રાવણ અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ ૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. • ઘોડીયા ઈયળની સંખ્યા છોડ દીઠ ૪ કે ૪થી વધુ હોય તો જ જંતુનાશકોનો છંટકાવ કરવો. • જૂનાગઢ કૃષિ યુનિ.ની તાજેતરની ભલામણ અનુસાર આ ઇયળના અસરકારક નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી ૫ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલિ અથવા ઈમામેક્ટીન બેંઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર ૧૫ દિવસના આંતરે છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
28
18
સંબંધિત લેખ