ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જંતુનાશક દવાઓના વપરાશ સમયે આટલી કાળજી અવશ્ય રાખો !
• રાસાયણિક જંતુનાશક દવાઓનો અનઘઢ રીતે વપરાશ કરવાથી તાત્કાલિક અને લાંબે ગાળે કેટલા પ્રશ્નો ઉભા થાય છે. આવા ઉભા થતા વિપરીત પ્રશ્નો નિવારવા તે સમયે આપણે અસક્ષમ બનીએ છીએ, માટે જ પહેલેથી કાળજી રાખવી લાભદાયી નિવડે છે. • સરકારશ્રી દ્વારા સમયે સમયે નુકસાન કરતી દવાઓ પ્રતિબંધિત કરવામાં આવે છે, તેવી જંતુનાશકોનો ઉપયોગ ન કરવો. • સિન્થેટીક પાયરેથ્રોઇડ જૂથના જંતુનાશકો જેવી કે ફેન્વાલરેટ સાયપરમેથ્રીન વગેરેનો વારંવાર ઉપયોગ ન કરવો. • પાકસંરક્ષણ માટે કૃષિ યુનિવર્સિટીની ભલામણ અનુસાર જ પગલાં લેવા. • ભલામણ કરેલ માત્રા કરતા વધારે માત્રામાં જંતુનાશકોના વપરાશથી પાકને નુકસાન થાય છે, જીવાતની પ્રતિકારકશક્તિ વધે છે અને ખેતી ખર્ચ પણ. • એક જ જંતુનાશક રસાયણનો વારંવાર ઉપયોગ કરવાથી લાંબા ગાળે રોગ/જીવાત તેની સામે પ્રતિકારકશક્તિ વિકસાવે છે. • જંતુનાશકની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતા અને માન્ય એજન્સી પાસેથી જ ખરીદીએ. • જંતુનાશક ખરીદતી વખતે વિક્રેતા પાસેથી તેનું પાકુ બીલ લેવાનો આગ્રહ રાખીએ. • જંતુનાશકોના ખાલી બોટલ/પેકેટ/ડબ્બાઓને ઉપયોગ ન કરીએ અને તેનો યોગ્યરીતે નિકાલ કરીએ. • ભલામણ વગર બે કે તેથી વધુ રસાયણો મિશ્ર કરીને ન છાંટીએ અને યોગ્ય પંપ અને નોઝલનો ઉપયોગ કરીએ. • જંતુનાશકોના છંટકાવ વખતે રક્ષણાત્મક સાધનો (પહેરવેશ)નો ઉપયોગ કરીએ. • જંતુનાશકોના છંટકાવ વખતે યોગ્ય માત્રામાં પાણીનો ઉપયોગ કરીએ કે જેથી છંટકાવ વ્યવસ્થિત થાય. • બપોરના સમયે જંતુનાશકોનો છંટકાવ ટાળીએ. • ખેતરમાં સારી એવી માત્રામાં પરજીવી અને પરભક્ષી કીટકોની હાજરી હોય ત્યારે જંતુનાશકો છંટકાવ ટાળિએ અથવા લંબાઇએ. • જૈવિક નિયંત્રણ એ રાસાયણિક નિયંત્રણનું પર્યાય નથી પરંતુ તેનો પૂરક છે. • સંકલિત જીવાત વ્યવસ્થાપન (આઇપીએમ) અપનાવવાથી ખેતી ખર્ચ ઘટે છે અને પર્યાવરણને પ્રદૂષિત થતુ અટકાવી શકાય છે. • જંતુનાશકોની સારી કંપનીની જ ખરીદીએ, શક્ય હોય ત્યાં સુધી એગ્રોસ્ટારનો સંપર્ક કરવો. એગ્રોસ્ટાર આપના ઘર સુધી યોગ્ય દવા પાક્કા બિલ સાથે પહોંચાડે છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
0
સંબંધિત લેખ