સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સાત પગલાં ભરો અને થ્રિપ્સ ને ગાયબ કરો !
સમસ્યા Krishi Gyaan - How you can recognize the damage caused by thrips & mites in Chilli? - Agrostar હાલ, એગ્રોસ્ટાર એપ અને ખેડૂતો ના કોલ સેન્ટર માં મળતા પ્રશ્નો થી લાગી રહ્યું છે કે મરચી માં હાલ અતિશય થ્રિપ્સ નું નુકશાન થઇ રહ્યું છે. કેટલાક સમયે ખેડૂતો આ જીવાત ને ઓળખી શકતા નથી અને અંતે પાક માં નુકશાની અને ખેતી ખર્ચ ઘટે છે. તો હવે ચિંતા ના કરો ખેડૂત મિત્રો અમે જણાવીશું કે કેવી રીતે તમે થ્રિપ્સ જીવાત ઓળખી શકો છો. 1.ઓળખ Chilli Thrips Photos and Research - University of Florida > MREC આ જીવાત પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે. જેની બંને પાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે . બચ્ચાં પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેને પરીણામે પાન કોકડાઈ જાય છે. આવા પાન હોડી આકારના જણાય છે. 2. ધરૂ ની માવજત ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ 17.8 SL 10 મિ.લિ. અથવા થાયમેથોકઝામ 25% WG 10 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે. ઉપર જણાવેલ દવા ખરીદવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-757,AGS-CP-708, AGS-CP-718,AGS-CP-434,AGS-CP-597,AGS-CP-191&pageName= 3. યોગ્ય દવા છંટકાવ BOGRA: Farmers at Borochapra village in Dhunot Upazila are spraying insecticide in chilli field in fear of less output due to pest attack. This picture was taken yesterday. - The New Nation ઉપદ્રવ વધતો જણાય તો ઈમીડાક્લોપ્રીડ 17.8 SL 4 મિલિ અથવા સ્પીનેટોરામ 11.7 SC ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ 45% SC. 3 મિલિ અથવા ફીપ્રોનીલ 5% SC 20 મિલિ પ્રતિ 10 લિટરમાં પાણી ભેળવી 10 થી 15 દિવસનાં સમયગાળે વારાફરતી છંટકાવ કરવો. દવા ખરીદવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-757,AGS-CP-708, AGS-CP-718,AGS-CP-403,AGS-CP-301,AGS-CP-546,AGS-CP-515,AGS-CP-707, AGS-CP-529&pageName= 4. બ્રહ્માસ્ત્ર Brahmastra's stream on SoundCloud - Hear the world's sounds ઉપર જણાવેલ દવા થી પણ નિયંત્રણ ન થાય તો થાયોમેથોક્ષામ 12.60 + લેમ્ડા સાયહેલોથ્રીન 9.5% ZC દવા ૩ મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરી જૂઓ, જેનાથી સારા પરિણામો મળેલ છે. દવા ખરીદવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-492 5. નોંધ Pin Icon વારંવાર એકની એક દવા અને વધારે પડતુ પ્રમાણ, એક થી વધારે દવા પંપમાં ઉમેરી છંટકાવ કરવો નહીં, શક્ય હોય તો કરબડી કાઢવી. 6. ખેડૂત મિત્રો, પાક માં રોગ હોય કે ન હોય સમયાંતરે પાક ના ફોટો એગ્રોસ્ટાર એપ માં પોસ્ટ કરતા રહેવા અને એગ્રી ડોક્ટર નું મફત માર્ગદર્શન મેળવતું રહેવું. માહિતી મળશે દરેક વાર, તો શા માટે શરમાવ છો પૂછો વારંવાર ! 7. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો અને એમની ખેતી માં થતા નુકશાન ને બચાવો.
61
10