કૃષિ વાર્તાtv9 gujarati
એક ભાઈએ કર્યું MBA અને બીજાએ કર્યું B.Tech! નોકરી છોડી અને શરૂ કરી ખેતી, કરી રહ્યા છે કરોડોની કમાણી!
આજે ખેતીને એક પછાત વ્યવસાય માનવામાં આવે છે અને ખેડૂતોને પણ ઓછી આવકથી સંતોષ માનવો પડે છે. લખનઉના 2 ભાઈઓએ આ વ્યાખ્યા બદલી છે. આજે શશાંક અને અભિષેક આધુનિક ખેતી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. લખનઉમાં રહેતા શશાંક ભટ્ટ, જેણે MBA છોડી અને ખેતી કરવાની શરૂઆત કરી. શશાંકના ભાઈ અભિષેકે B.Tech પૂર્ણ કરી તેના ભાઈ સાથે ખેતીમાં જોડાયા. ઉત્તર પ્રદેશ ખેતીની બાબતમાં પાછળ છે, તેમણે આધુનિક ખેતીની પદ્ધતિઓનું પાલન કર્યું અને નાના સ્તરે ખેતી શરૂ કરી. શરૂઆતમાં શશાંકે લીઝ પર 5 એકર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી, જ્યારે આજે શશાંક 22 એકરથી વધુ જમીનમાં ખેતી કરે છે. શરૂઆતના તબક્કામાં આવક ઓછી મળી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આવકમાં વધારો થયો અને આજે 15 કરોડથી વધુની આવક મેળવી રહ્યા છે. શશાંકે તેના ભાઈ સાથે એગ્રિપ્લાસ્ટ નામની કંપનીની સ્થાપના પણ કરી જે કૃષિ ક્ષેત્રે કામ કરે છે. આ કંપની મોટી સંખ્યામાં ખેડૂતોને તેમની સાથે જોડી રહી છે અને તેમને આધુનિક ખેતી માટે તાલીમ આપી રહી છે. સંદર્ભ : tv9 gujarati . આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
76
5
સંબંધિત લેખ