સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરા ની આધુનિક ખેતી પદ્ધતિ !
જીરું એ એવો પાક છે જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જીરાની ખેતી અન્ય ખેતી કરતા વધારે નફાકારક છે. પરંતુ જો, જીરા ની ખેતીમાં હવામાન, બિયારણ, ખાતરો અને સિંચાઈ યોગ્ય રીતે ન જાણીએ તો નુકસાન વેઠવું પડે છે. યોગ્ય જમીન અને આબોહવા: જીરુંની ખેતી તમામ પ્રકારની જમીનમાં થઈ શકે છે, સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ થી મઘ્યમકાળી જમીન વધારે માફક આવે છે. જીરા ની વાવણી સમયે તાપમાન ૧૫ થી ૩૦ સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ. ઉચ્ચ તાપમાનને લીધે અંકુરણમાં સમસ્યા આવવાની શક્યતા રહે છે. ખેતરની તૈયારી: જીરા નું સારું ઉત્પાદન મેળવવા માટે દાંતી દ્વારા અથવા હળ થી બે કે ત્રણ વાર હલકી ખેડ કરીને જમીન સમતલ કરવી. વાવણીનો સમય: જીરું વાવવાનો યોગ્ય સમય નવેમ્બરના પ્રથમ અઠવાડિયા પછીનો યોગ્ય છે. ખાતર વ્યવસ્થાપન: જીરા ના ખેતરમાં પ્રતિ હેક્ટર 8 થી 10 ટન છાણીયું ખાતર આપવું આ ઉપરાંત ૨૫ કિલો ડીએપી અને સલ્ફર 90%, 6 કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે ઉપયોગ કરવો જોઇએ. બીજ દર અને બીજની માવજત: જીરાની વાવણી માટે પ્રતિ એકરમાં ૪ થી ૬ કિલો બીજ વાવેતર કરવું જોઈએ. જીરું ને બીજજન્ય રોગ થી બચાવવા માટે વિટાવેક્સ દ્વારા 2.5 -3 ગ્રામ પ્રતિ કિલો બીજ ની માત્ર મુજબ બીજ માવજત કરવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
56
20
સંબંધિત લેખ