પશુપાલનBBC News Gujarati
અશિક્ષિત મહિલાએ લોન લઈને શરૂ કર્યો આ વ્યવસાય, આજે છે લાખોમાં આવક !
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ચાંગડા ગામનાં કાનુબહેન પશુપાલક છે. તેમણે વર્ષો પહેલાં લોન લઈને પાંચ ગાયો ખરીદી પશુપાલનની શરૂઆત કરી હતી. સમય જતાં-જતાં તેમની આવકમાં વધારો થયો હાલમાં તેમની પાસે ઉચ્ચ ઓલાદની ૧૦૦થી વધુ ગાયો અને 25 ભેંસો છે. ગાયો અને ભેંસોની સુવિધા માટે તેમણે ઉચ્ચ કક્ષાનો તબેલો પણ બનાવ્યો છે જ્યાં પશુઓને અનુકૂળ વાતાવરણ મળી રહે. કાનુબહેનના તબેલામાંથી દિવસનું 800થી 1000 લિટર દૂધ સીધું બનાસડેરીને વેચવામાં આવે છે. એમની રોચક વાતો જાણીયે વધુ આ વિડીયો દ્વારા...!
સંદર્ભ : BBC News Gujarati . આપેલ મહિલા પશુપાલક ની માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
38
8
સંબંધિત લેખ