કૃષિ વાર્તાસંદેશ
ખેડૂતો માટે મોટી જાહેરાત, 1 ઑક્ટોબરથી અરજી કરીને મેળવી શકશે આ લાભ !
રાજ્ય સરકારે ખેડૂતોને એક જાહેરાતના ખુશખબર આપ્યા છે. ખેડૂતો માટે પોતાના ખેતરની આસપાસ તાર ફેન્સિંગની સહાય મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. કૃષિમંત્રી આર સી ફળદુએ ખેડૂતો માટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તાર ફેન્સિંગ સહાયમાં હવે ખેડૂતો માટે 5 હેક્ટરની જગ્યા ક્લસ્ટર માન્ય ગણાશે. કૃષિમંત્રી એ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદ પડ્યો છે. અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થયું છે તે મુદ્દે પણ જાહેરાત કરવામાં આવી છે.વધુ વરસાદથી જ્યાં પાકને વધુ નુકસાન થયું છે તેવા 20 જિલ્લાના 123 તાલુકામાં સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. નાના ખેડૂતને રૂ.5000ની ઓછામાં ઓછી સહાય મળે તેવી જોગવાઈ પણ સરકાર કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. આ વર્ષે પણ નુકશાન થયું છે તેમા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને નુકશાનમાં આવરી લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે ના રિપોર્ટ આવ્યા અને SDRF પ્રમાણે સહાય કરવા જણાવ્યું છે. તાલુકા કક્ષાએ રેન્ડમ સર્વે કરવામાં આવ્યા છે. બિન પિયત ખરીફ સીઝનના કારણે હેકટરની મર્યાદામાં 6800 લેખે 2 હેકટર સુધી આપી શકશે અને રાજ્ય ફંડમાંથી 3200 ઉમેરો કરી 10 હજાર પ્રતિ હેકટ 2 હેકટર મર્યાદામાં અપાશે. સુરેન્દ્રનગર જિલ્લાના 2 લાખ 16 હજાર 863 ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળ જવા પર સહાય સીધી ખાતામાં જમા થશે. સરકારની સહાય મેળવવા માટે ખેડૂતોએ 1 ઑક્ટોબરથી અરજી કરવાની રહેશે. જ્યારે ટેકાના ભાવે જણસીઓ ખરીદી કરાશે તેવું પણ ફળદુએ જણાવ્યું છે. પ્રતિહેક્ટર SDRFના ધોરણો પ્રમાણે 6800 મળવા પાત્ર હોય છે. રાજ્ય બજેટમાંથી 3200 ઉમરોને કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે.
સંદર્ભ : સંદેશ. કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
173
25
સંબંધિત લેખ