સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીલા ડોડા માટે કરેલ મકાઇની મોડી વાવણી; આટલુ અવશ્ય ચેક કરશો, અત્યારે જ
આવી મોડી કરેલ મકાઇનો પાક લીલા ડોડાની અવસ્થાએ હશે અને નહિ કરેને નારાયણ, તેમાં ડોડાની લીલી ઇયળથી નુકસાન થાય. મોજણી કરતા રહો અને શંકાસ્પદ લાગે તો ઇયળને ઓળખી બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૪૦ ગ્રા. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લિ પાણીમાં ભેળવી છંટકાવ કરવો. લીલા ડોડા તરીકે વેચાણ કરવાનું હોવાથી જતુંનાશકોના છંટકાવ ટાળવા. કેટલાક ખેડૂતો લીલા ડોડા ઉપર નજીકનું પાન વાળી દઇને ઇયળ સામે રક્ષણ મેળવે છે, જરુર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
25
2
સંબંધિત લેખ