કૃષિ વાર્તાગુજરાત સમાચાર
દિવાળી સુધી ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .6,000 સુધી વધી શકે, જાણો તેના કારણો !
દિવાળી સુધી ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .6,000 સુધી વધી શકે, જાણો તેના કારણો કઠોળમાં સૌથી સસ્તા ચણા સામાન્ય ગ્રાહકોના આહારમાં પ્રોટીનનો મુખ્ય સ્રોત છે, પરંતુ તહેવારની સિઝનમાં સ્ટોકનાં અભાવ અને દાળ અને ચણાના બેસનની વધતી માંગને કારણે ચણાનાં ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, છેલ્લા મહિનાથી, ચણામાં શરૂ થયેલી તેજીની પ્રક્રિયા સતત ચાલુ છે. લગભગ 40 દિવસમાં, ચણા પ્રતિ ક્વિન્ટલ રૂ .1000 મોંઘુ થઈ ગયું છે. નિષ્ણાંતોના મતે આગામી તહેવારની સીઝન એટલે કે દિવાળી સુધી ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .6,000 સુધી જાય તેવી શક્યતા છે. વેપારીઓએ ગત રવી સીઝનમાં ચણાનાં ઉત્પાદનના સરકારનાં અનુમાન પર શંકા વ્યક્ત કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે મે મહિનામાં જાહેર કરેલા પાક વર્ષ 2019-20 (જુલાઇ-જૂન) ના ત્રીજા એડવાન્સ ઉત્પાદન અનુમાનમાં દેશમાં 109 લાખ ટન ચણાનાં ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા દાળ મિલ એસોસિએશનનાં પ્રમુખે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે વ્યાપારિક અનુમાન મુજબ દેશમાં ગત પાક વર્ષમાં ચણાનું ઉત્પાદન 85 લાખ ટનથી વધુ થયું નથી. ચણાનાં ભાવમાં વધારો થવાનાં કારણો : 1. ઉત્પાદનના અનુમાનમાં ઘટાડો તે ભાવમાં વધારાપાછળનું એક મુખ્ય કારણ છે. 2. કોરોના સમયગાળામાં રજૂ કરાયેલ નિશુલ્ક અનાજ વિતરણ યોજનામાં ચણાનાં સમાવેશને કારણે ચણાનો વપરાશ વધ્યો છે. 3. ચણામાં તેજીનું ત્રીજું મોટું કારણ, વટાણાની કિંમતો વધવાથી બેસનમાં ચણાની માંગ વધી ગઇ અને તહેવારની સિઝનમાં દાળ અને ચણાનાં બેસનની માંગ પૂરી કરવા માટે, મિલોએ ચણાની ખરીદી ઝડપથી શરૂ કરી છે. 4. દરેક દાળની તુલનામાં ચણાનો ભાવ હજુ પણ સૌથી નીચો છે, તેથી અન્ય કઠોળની સરખામણીમાં ચણાની દાળ સસ્તી છે અને વરસાદની ઋતુમાં શાકભાજી મોંઘા હોવાને કારણે ચણાનો વપરાશ વધ્યો છે. 5. વટાણાની આયાત પર પ્રતિબંધ હોવાને કારણે, ચણાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારત 20 થી 25 લાખ ટન વટાણાની આયાત કરતું હતું, પરંતુ આ વર્ષે આયાત ન કરવાને કારણે વટાણાની માંગ પણ ચણા તરફ વળી ગઈ છે, કારણ કે હાલમાં દેશી વટાણાની કિંમત પ્રતિ ક્વિન્ટલ 6,400 રૂપિયાથી પણ વધારે છે.
સંદર્ભ : ગુજરાત સમાચાર, 13 સપ્ટેમ્બર 2020 ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
19
7
સંબંધિત લેખ