કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ફળ અને શાકભાજી લઈને દિલ્હી પહોંચી પહેલી કિસાન ટ્રેન !
કિસાન ટ્રેન કૃષિ વિકાસ અને ભારતીય રેલ્વેમાં એક ઇતિહાસ રચ્યો છે. આ નવી કિસાન ટ્રેન એક વિશેષ પાર્સેન ટ્રેન છે, જેનો ઉપયોગ અનાજ, ફળો અને શાકભાજી લઈ જવા માટે કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજ સાથે, ખેડૂતોના ઉત્પાદનની પરિવહન માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવશે. તાજેતરમાં, પ્રથમ કિસાન ટ્રેન દક્ષિણ ભારતમાંથી શાકભાજી અને ફળો લઈને દિલ્હી પહોંચી છે. સમાચાર મુજબ કિસાન ટ્રેન આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હીના આદર્શ નગર રેલ્વે સ્ટેશન તરફ આવી ગઈ છે. આ ટ્રેનમાં લગભગ 332 ટન ફળો અને શાકભાજી છે. જણાવીએ કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન ને રવાના કરી હતી. બાગાયત સાથે સંકળાયેલા ખેડુતોને પણ થશે લાભ કિસાન ટ્રેન થી બાગાયત સાથે જોડાયેલા લોકોને પણ ઘણાં લાભ મળી શકશે. ટૂંક સમયમાં તેમની ઉપજ બજારમાં પહોંચશે. હાલના સમયની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં ટ્રકો મારફત થતાં વાહન વ્યવહારને 25 ટકા એટલે કે આશરે 300 કરોડ રૂપિયા વાર્ષિક નુકસાન થાય છે. સપ્તાહમાં 1 વાર ચાલશે કિસાન ટ્રેન : અત્યારે ચાલતી રેલવે અઠવાડિયામાં 1 વાર ચાલશે. પણ ઓક્ટોબર પછી જેમ પાક કાપણીમાં વધારો થશે, જેમ જાન્યુઆરી માં માંગ વધશે તો ટ્રેન ના ફેરા માં વધારો કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી કહે છે કે કિસાન ટ્રેન દેશના અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આના માધ્યમથી ખેડુતોની પેદાશ દેશમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ પરિવહન કરવામાં આવશે. સંદર્ભ : કૃષિ જાગરણ, 12 સપ્ટેમ્બર 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
37
9
સંબંધિત લેખ