કૃષિ વાર્તાવ્યાપાર
મગફળીનું ઉત્પાદન 38-40 લાખ ટન થવાનો અંદાજ !
મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચવાના સંકેત અત્યારથી મળી રહ્યા છે. અતિશય ભારે વરસાદથી નુક્સાની પછી પણ મગફળીનો પાક 38-40 લાખ ટન જેટલો સહેલાઇથી આવી જશે તેવું અભ્યાસુ વેપારીઓ કહી રહ્યા છે. પાછલા વર્ષમાં 28 લાખ ટનનો પાક આવ્યો હતો. એ જોતા કુલ ઉત્પાદન હવે 40 ટકા જેટલું વધવાની ગણતરી છે.' સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વરસાદને લીધે થયેલા નુક્સાનનો સરકારી સર્વે હજુ ચાલુ છે પરંતુ ત્રણ લાખ હેક્ટરનું નુક્સાન કાઢીને ફક્ત 17 લાખ હેક્ટર વિસ્તાર ગણવામાં આવે તો પણ 2400 કિલો પ્રતિ હેક્ટરના ઉતારા ગણીએ તો પણ 40 લાખ ટનનો પાક અંદાજાય છે તેવું દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢીયા કહે છે. ચાલુ વર્ષે વીઘે ઓછાંમાં ઓછો 20 મણનો ઉતારો સહેલાઇથી મળશે. અમુક ખેતરોમાં તો 30થી 32 મણના ઉતારા છે. સરેરાશ 24-25 મણ ઉતારો આવશે. છતાં 20 મણનો આંકડો લઇને ગણતરી માંડીએ' તો પણ 40 લાખ ટન કરતા ઓછો પાક આવવાની'કોઇ શક્યતા અમને અત્યારે દેખાતી નથી.' ગુજરાત સરકાર દ્વારા ગયા અઠવાડિયામાં 55 લાખ હેક્ટર પાકની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. એ અંદાજ તો સત્યથી વેગળો જણાય છે તેમ વેપારી વર્ગ માને છે.' નીરજભાઇ કહે છે, ચાલુ વર્ષે રાજસ્થાનમાં પણ પાછલા વર્ષના સાત લાખ ટન સામે 12 લાખ ટનના પાકની ધારણા છે. જોકે રાજસ્થાન સરકારે 18 લાખ ટનની ધારણા વ્યક્ત કરી છે. એ જોતા ગુજરાત અને રાજસ્થાન આ બે રાજ્યોનું કુલ ઉત્પાદન 50-52 લાખ ટન સુધી પહોંચી જવાની ધારણા છે. આમ મગફળીની ઢગલાબંધ આવકો થશે એ નક્કી છે.તેની સામે આ વર્ષે વપરાશ ઘણો ઘટી ગયો છે. હોટેલ, રેસ્ટોરેન્ટ, બાર અને પાર્ટી કે મોટાં જમણવારમાં સીંગદાણા અને શીંગના વપરાશને ફટકો પડ્યો છે. વપરાશ અને નિકાસ ન વધે તો ભાવ મુદ્દે ખેડૂતોએ સહન કરવાનું આવશે. સરકાર 12-13 લાખ ટન ખરીદી કરે તો ભાવને ટેકો જરુર મળશે. પરંતુ સરકારે આ વર્ષે નિકાસમાં કોઇ અંતરાય ન આવે તેની ખાસ તકેદારી રાખવી જોઇએ. દાણાની નિકાસ પર એમઇઆઇએસ યોજનાનો લાભ મળતો નથી. જોકે હવે તે યોજના બંધ થઇ રહી છે ત્યારે નવી યોજનામાં સીંગદાણાનો સમાવેશ કરવાની તાતી આવશ્યકતા છે.' જૂનાગઢના અગ્રણી સીંગદાણા નિકાસકાર રતિલાલભાઇ કહે છે, વધુ વરસાદવાળા વિસ્તારમાં બગાડ છે પણ માફકસર વરસાદ થયો હતો ત્યાં ઉત્પાદન ઘણું સારું છે. અમારા મતે 40 લાખ ટન જેટલો પાક આવવાની ગણતરી છે. પાક 35-38 લાખ ટન કરતા ઓછો નહીં હોય એ ચોક્કસ કહી શકાય.તેમણે કહ્યું કે, સીંગતેલની ચીનમાં સતત નિકાસ થયા કરે છે. બીજી તરફ નવા દાણામાં નવેમ્બર મહિના માટે આશરે 2-3 હજાર ટનના સોદા નિકાસમાં થઇ ચૂક્યા છે. ચીન અને વિયેચનામાં 1000-1010 ડોલર અને યુરોપમાં બર્ડ ફીડ માટે 1150 ડોલર અને લોકોના વપરાશ માટેના દાણામાં 1400-1500 ડોલર પ્રતિ ટનના ભાવથી સોદા થયા છે. એ જોતા મગફળીના ભાવ બહુ ઘટી જાય તેવી શક્યતા નથી. બજાર હાલના મથાળે અથડાતી રહેશે.' સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસીએશન દ્વારા સત્તાવાર રીતે મગફળીનો અંદાજ હજુ વ્યક્ત કરાયો નથી. પરંતુ સમીર શાહ અંગત રીતે મગફળીનું નવું ઉત્પાદન 30-38 લાખ ટન વચ્ચે થશે તેવો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે.'
સંદર્ભ: વ્યાપાર . આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
16
4
સંબંધિત લેખ