સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી જાતોની કેટલીક મર્યાદા !
• આપણે એવું ઇચ્છિએ છે કે જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી જાતો દેશના કોઇ પણ વિસ્તારમાં એક સરખો પ્રતિભાવ આપે એટલે કે ગમે તે જગ્યાએ તે જાત પ્રતિકારક જ રહે, પણ એવું બનતું નથી. • જૂદા જૂદા હવામાન ધરાવતા વિસ્તારમાં પાકની જાત એક સરખો પ્રતિભાવ આપતી નથી. • પર્યાવરણ પાકની જાતના વારસાગત લક્ષણો ઉપર વિપરીત અસર પેદા કરી શકે છે. • તાપમાન પાકની પ્રતિકારકશક્તિ ઉપર અસર કરે છે. • વધારે-ઓછું તાપમાન જીવાતના જીવનચક્ર અને તેમની રહેન-સહેન ઉપર પણ અસર કરે છે. • તાપમાન જેમ ઘટે તેમ જાતની પ્રતિકારકશક્તિ પણ ઘટે છે, દા.ત. જુવારની મોલો જમીનમાં ઘટતા ભેજથી પ્રતિકારકશક્તિ ધરાવતી જાતોમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. • વાતાવરણમાં વધારે પડતો ભેજ જીવાતની ગંધ પારખવાની શક્તિ વધારો થતા તે પ્રતિકારકશક્તિ ધરાવતી જાતને પણ નુકસાન પહોંચાડી શકે છે. • દિવસ દરમ્યાન સૂર્ય પ્રકાસનો સમય ઘટતા કોબીજની પ્રતિકારકશક્તિ ધરાવતી જાતોમાં પણ ઇયળનો ઉપદ્રવ વધતો હોય છે. • વધુ પડતા નાયટ્રોજનયુક્ત ખાતરના વપરાશથી જાતની પ્રતિકારકશક્તિમાં ઘટાડો થાય છે, જેમ કે ડાંગરમાં ગાભામારાની ઇયળ. • જમીનનો પીએચ જો ૬ કરતા વધારે હોય તો પ્રતિકારક ધરાવતી જાતોમાં પણ જીવાતનો ઉપદ્રવ વધે છે. • જમીનનો પીએચ જીવાતના જીવનક્રમ ઉપર પણ અસર કરે છે. • હવાનું પ્રદુષણ (ધૂળના રજકણો, ગેસ, ધૂમાડો, ઝાકળ, હવામાં ભેજનું પ્રમાણ) પણ પ્રતિકારક જાતોમાં રહેલ જીવાત સામેની પ્રતિકારકશક્તિ ઉપર અવળી અસર કરે છે. • પ્રતિકારકશક્તિ ધરાવતી જાતોમાં જો વાનસ્પતિક વૃધ્ધિ વધી જાય તો તેની શક્તિમાં ઘટાડો થાય છે. • જીવાતની સંખ્યા, તેની જાતિ, ઉંમર વિગેરે પણ જાતની પ્રતિકારકશક્તિ ઉપર અસર કરે છે. • માદા કિટકો પ્રતિકારકશક્તિ ધરાવતી જાતોને નર કિટકો કરતા વધારે નુકસાન કરે છે. • ઉપરના પરિબળોને ધ્યાને લેતા જે તે વિસ્તાર માટે બહાર પાડવામાં આવેલ પ્રતિકારક જાતોની વાવણી તે જ વિસ્તારમાં કરવી. જો ભલામણ સિવાય બીજા વિસ્તારની જાતો જો આપણે આપણા વિસ્તારમાં વાવણી કરવાથી તેના સારા પરિણામો મળવાની સંભાવના ઓછી રહે છે. દા.ત. દક્ષિણ ભારત માટે ભલામણ કરે બીટી કપાસની જાત જો ઉત્તર ભારતમાં વાવવામાં આવે તો તેના સારા પરિણામ મળતા નથી. જેથી આપણે આપણા ઝોન માટે જે જાત બીટીની ભલામણ કરી હોય તે જ અપનાવીએ. આપણા ઝોન માટે ભલામણ કરેલ પ્રતિકારક જાતોની માહિતી જે તે રાજ્યની ખેતીવાડી ખાતાની વેબસાઇટ ઉપરથી મળી શકે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
17
7
સંબંધિત લેખ