સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર માં મોલો મશી, તડતડીયાં અને થ્રિપ્સ નું નિયંત્રણ !
ખેતરમાં મોલોના ઉપદ્રવ સાથે જ કુદરતી રીતે તેનાં પરભક્ષી કીટક લેડીબર્ડ બીટલ પણ આવે છે . આવા સમયે દવાનો છંટકાવ ન કરવો હિતાવહ છે . તડતડીયાં પરભક્ષી ક્રાયસોપાના ઇંડા અને ઇયળો ( 5000 ) હેકટર દીઠ છોડવાથી સારૂ નિયંત્રણ થાય છે . તુવેર પાકમાં શીંગોમાંથી ચીકાશવાળા પ્રવાહીનું ઝમણ થાય છે જેના લીધે ક્રાયસોપા જેવી પરભક્ષી ની હલનચલન પર વિપરીત અસર થાય છે . ચુસીયા પ્રકારની જીવાતોનો વધુ પડતો ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો કોઇપણ પ્રકારની શોષક દવા જેવી કે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૦ મીલી અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મીલી/પંપ અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
10
સંબંધિત લેખ