કૃષિ વાર્તાગુજરાત સમાચાર
એક જ દિ’માં સવા લાખ ખેડૂતોને 400 કરોડની 💸 સહાય !
મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન પરિવહન યોજના 🚛 અને પાક સંગ્રહ યોજના હેઠળ આજે એક જ દિવસમાં ગુજરાતના અંદાજે 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાયનો ઉપયોગ કરીને ગુજરાતના ખેડૂતો રાજ્યમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતામાં 2.32 લાખ ટનનો વધારો થશે. પરિણામે કૃષિ ઉપજના બગાડમાં ઘટાડો થશે. આ સહોય યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઇ-લૉન્ચિંગ કર્યું હતું. ગાંધીનગરથી સાત પગલાં કૃષિ કલ્યાણના શિર્ષક હેઠળ ખેડૂતોના હિતના કાર્યક્રમનું ગુજરાતના 33 જિલ્લાના 80 સ્થળોએ ઇ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સારા વરસાદના આ વરસમાં ખેડૂતોને સારામાં સારો માલ લઈને નવો વિક્રમ સર્જવા આવાહન પણ કર્યું હતું. ગુજરાતની વર્તમાન સરકારે ગરીબોને શૂન્ય ટકા વ્યાજ દરે નાણાં અપાવ્યા છે. પૂરતું પાણી અને વીજળીની સુવિધા મળી રહે તેવી ગોઠવણ કરી છે. ગુજરાત સરકારે રૂ.15 હજાર કરોડના મૂલ્યની કૃષિ ઉપજની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને નવું બળ પૂરૂં પાડવાની કામગીરી કરી હતી. ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે નવા પાકના ઉત્પાદન, પાકના સંગ્રણ, નાના કે સીમાંત ખેડૂતોને અદ્યતન ઓજારોનું વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજનાને આ કલ્યાણ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ ગોદામો બનાવવા માટે સરકાર તરફથી ખેડૂતોને રૂ. 30,000 ની સબસિડી ચૂકવામાં ઓ છે. તેમ જ વાહન ખરીદવા માટે મહત્તમ રૂા. 75000 ની સહાય ચૂકવવામાં આવશે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. ગુજરાત સરકાર ખેડૂતોને પડખે હોવાની તેમણે ખાતરી આપી હતી. તેની સાથે જ શિયાળુ અને ઊનાળુ પાક સારો લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. સંદર્ભ : ગુજરાત સમાચાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
72
3
સંબંધિત લેખ