સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીમાં કઇ ભૂલો થ્રિપ્સને આવકારે છે, તે જાણો
ગુજરાત અને મહારાષ્ટ્રામાં ઘણા ખેડૂતોએ ડૂંગળી રોપી દીધી હશે. હરોળમાં અને યોગ્ય અંતરે રોપણી કરેલ ડૂંગળીમાં ઉપદ્રવ ઓછો રહે છે. ખેતર નિંદામણમૂક્ત તો થ્રીપ્સ પણ સરવાળે ઓછી, બે પિયત વચ્ચે લાંબો ગાળો, થ્રિપ્સનું સંક્રમણ વધારે, ખેતરની ચારે બાજું થોડા ચાસ ઘઉં કે રાયડો, અવરોધક પાક કરવાથી, ઉપદ્રવ કાબૂં બહાર જતો નથી. વધતો તાપમાન અને ઘટતો વાતાવરણિય ભેજ થ્રીપ્સને મોકળું મેદાન આપે છે. થ્રીપ્સ ડુંગળીના પાન ની અંદરની બાજુ રહી કુણા પાન પર ઘસરકા પાડીને રસ ચૂસી નુકસાન કરે છે. અસરકારક નિયંત્રણ : થ્રીપ્સના નિયંત્રણ માટેના મોટા ભાગના કીટનાશકો સંપર્ક દ્વારા ઝેર ફેલાવાની કાર્ય પદ્ધતિ ધરાવે છે. તેથી ડુંગળીના ખેતરમાં કીટનાશકોનો છંટકાવ કરતા હોવ ત્યારે ફરજિયાત સ્પ્રેડર અથવા સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ. સ્પ્રેડર અથવા સ્ટીકર કીટનાશકને ડુંગળીના ઉપદ્રુવ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.ઉપદ્રવને રોકવા ફીપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૨ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
34
9
સંબંધિત લેખ