સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળાના પાકમાં સીગાટોકા રોગ નુ નિયંત્રણ !
કેળાના પાકમાં સીગાટોકા લીફ સ્પોટ એટલે કે પાનના ત્રાકીયા ટપકાનો રોગ. સતત ભેજવાળુ હુંફાળુ અને વરસાદવાળુ વાતાવરણ આ રોગને અનુકુળ આવે છે. આ રોગની અસરવાળા છોડની વૃધ્ધિ ઓછી થાય છે તેમજ લુમ નાની રહે છે અને લુમમાં કેળાનું કદ અને સંખ્યા ઓછી જોવા મળે છે. કાચા કેળા પાકી જવાની સમસ્યા ઉભી થાય છે. નિયંત્રણ : અસરગ્રસ્ત પાંદડા કાપીને તેને ખેતર બહાર સળગાવી દેવાં. ચોમાસા દરમ્યાન ખેતર માં વધુ પાણી ભરાઈ રહેવાની સ્થિતિમાં યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવી. ખેતરને નીંદણ મુક્ત રાખો. રાસાયણિક નિયંત્રણ કરવા માટે, મેન્કોઝેબ 75% ડબલ્યુપી @ 600 ગ્રામ અથવા પાઈરક્લોસ્ટ્રોબિન 20% ડબલ્યુજી @ 300 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો.
21
13
સંબંધિત લેખ