સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા પાક માં ઇયળનું સંકલિત વ્યવસ્થાપન !
વિવિધ રંગમાં જોવા મળતી આ ઈયળ ૩ સેં.મી. જેટલી લાંબી, લીલા ભૂખરા રંગની હોય છે. એક જ ઈયળ એક કરતા વધારે ટામેટાને નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ નુકસાનની માત્રા ઘણી વધારે જોવા મળે છે. • લીલી ઇયળનું સંકલિત વ્યવસ્થાપન (આઇ.પી.એમ.) – • પીળા રંગના ફૂલવાળા હજારીગોટા પિંજર પાક તરીકે ટામેટીના પાકને ફરતે તેમજ પાકની અંદર રોપાણ કરવાથી આ જીવાતની માદા હજારીગોટાના ફૂલ અને કળી ઉપર ઈંડાં મૂકવાનું પંસદ કરે છે. આવા ઈંડાં સહિતના ફૂલો અને કળીઓ તોડી લેવાથી ભાવિ પેઢી વધતી અટકાવી શકાય. વધુમાં આવા ઈંડાંમાં પરજીવી ટ્રાયકોગ્રામા ભમરી પરજીવીકરણ વધુ કરતી હોવાથી જૈવિક નિયંત્રણનો પણ લાભ લઈ શકાય છે. • ઇયળો હાથથી વીણી લઇ નાશ કરવાથી આગળ થતી તેની પેઢીમાં ઘટાડો થાય છે. • ટામેટાની વીણી શરુ થાય કે તરત જ લીલી ઈયળના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી. • આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૨૫૦ ઈયળ આંક (એલ.યુ.) પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. આના છંટકાવ વખતે એક પંપમાં ૧૫ ગ્રામ ગોળ અને સ્ટીકર ઉમેરવાથી આની અસરકારકતામાં વધારો થાય છે. • બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧ કિ.ગ્રા. જરૂરી પાણીના જથ્થામાં ભેળવી એક હેકટર વિસ્તારની ટામેટીમાં છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લેવો. • લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો. • મિરિડ બગ નામના પરભક્ષી કીટક લીલી ઇયળના ઇંડાંમાંથી રસ ચૂસી ખાતી જોવા મળે છે. આવા પરભક્ષી કીટકોની વસ્તી વધારે જોવા મળે તો રાસાયણિક દવાઓનો ઉપયોગ ટાળવો. • દરેક વીણી વખતે આ ઇયળથી નુકસાન પામેલ ટામેટા જૂદા પાડી ઇયળ સહિત ખાડામાં દાટી દેવા. • આ ઇયળનો વધુ પડતો ઉપદ્રવ હોય ત્યારે કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૨.૫ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૨.૫ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૭.૫ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી ૧૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
16
7
સંબંધિત લેખ