એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી પાક માટે જરૂરી જાણકારી !
ખેડૂત મિત્રો હાલ ગુજરાત માં મેધ સવારી ની રેલમછેલ થઇ છે તેવા સમય માં ડુંગળીના પાક માં કોહવારો અને કોકડવાટ જોવા મળતો હોય છે. તો તેના નિયંત્રણ માટે, મૂળ ટ્રીટમેન્ટ વાત કરીયે તો, એમોનિયમ સલ્ફેટ ૧૫ કિલો, કાર્બેન્ડાઈઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુ પી ૧૫૦ ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્વો નો ૧૫૦ ગ્રામ પ્રતિ વીઘે મિક્સ કરીને પુંખી ને આપવું. છંટકાવ માટે : પાન પર ઘસરકા જોવા મળતા હોય અને પાન ઉપર વળી જતાં હોય તો તેમાં થ્રિપ્સ જીવાત જવાબદાર હોય છે જેના અસરકારક નિયંત્રણ માટે ફીફ્રોનીલ ૮૦ % ડબલ્યુજી ૨ ગ્રામ તથા ફૂગજન્ય રોગોના નિયત્રણ માટે કાર્બેન્ડાઈઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી ૩૦ ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. ખેતર માં પાણી ભરાઈ રહ્યું હોય તો નિકલ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
56
15
સંબંધિત લેખ