સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ માં પર્ણ ગુચ્છ નો રોગ !
લક્ષણ ફાયટોપ્લાઝમા સૂક્ષ્મજીવથી થતા રોગમાં પાન નાના કદનાં અને ઝૂમખીયાં બની જાય છે . છોડની વૃદ્ધિ થતી નથી , છોડ ઠીંગણો રહે છે અને છોડ પર એકપણ ફૂલ બેસતું નથી અને મોડી અવસ્થામાં થોડા ફળો છોડ પરથી મળે છે . આ રોગ તડતડીયાં મારફત ફેલાય છે . વ્યવસ્થાપનઃ રોગિષ્ઠ છોડનો ઉપાડીને નાશ કરવો અને રીંગણનો પાક નીંદણમુકત રાખવો • રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા બીટા-સય્ફ્લુંથ્રીન 8.49 + ઈમીડાક્લોપ્રીડ 19.81 % ઓડી દવા ૪ મીલી પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે જરૂર પ્રમાણે છટકાવ કરવો
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
31
6
સંબંધિત લેખ