સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો પાનકથીરી વિષે વધારે જાણીયે !
આંઠ પગ ધરાવતી ચૂસિયાં પ્રકારની બિનકીટકીય જીવાત છે. હાઇબ્રિડ જાતો, સુધારેલ ખેત પધ્ધતિ, નાયટ્રોજનયુક્ત ખાતરોનો વધુ વપરાશ, પાક ફેરબદલીનો અભાવ, આડેધડ કીટનાશકોનો વપરાશ, ભોગોલિક પરિસ્થિતિ, બદલાતા વાતાવરણિય પરિબળો તેમજ ખેતીપાકોમાં આવતા પરિવર્તનને કારણે પાનકથીરીના પ્રશ્નો વધવા માંડ્યા છે. આ જીવાતનો ઉપદ્રવ શરુ થયેથી ઝડપથી વધવા માંડે છે. નુકસાનકારક અને પરભક્ષી એમ બે પ્રકારની કથીરી જોવા મળે છે અને મોટે ભાગે લાલ રંગની હોય છે. નુકસાન: આ જીવાતને લીધે શરુઆતમાં આછા પીળા ધાભા જોવા મળે છે. છોડના ભાગો તામ્ર રંગના થવા માંડે છે. પાન કોકડાઇ જઇ તરડાઇ જાય છે. કેટલીક વાર પાન વિકૃતી પણ આવે છે. ઉપદ્રવિત ભાગ ઉપર ઝીણા જાળા પણ જોવા મળે છે. ગરમ વાતાવરણમાં જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. આ જીવાત ભીંડા, રીંગણ, મરચી, ડાંગર, કપાસ, ચીકુ, આંબો, ચા, જુવાર, તુવેર, શેરડી, નારિયેળ જેવા પાકોમાં વધારે નુકસાન કરે છે. કેટલીક કથીરી રોગવાહક તરીકે પણ કામ કરે છે. નિયંત્રણ: • ખેતરના શેઢા-પાળા ચોખ્ખા રાખવા. • પાક પુરો થયેથી પાકના અવશેષોનો નિકાલ કરવો. • ખેતર નિંદામણમૂક્ત રાખવું. • પાકની ફેરબદલી કરતા રહેવું. • નાયટ્રોજનયુક્ત ખાતરો ભલામણ મુજબ જ વાપરવા. • કુદરતી પરભક્ષી કથીરી અને કિટકોને જાળવી રાખવા માટે લીમડા આધારિત દવાઓ વાપરવી. • ફીશ-ઓઇલ રોઝીન સોપ, લીમડા અને લશણના તેલનું મિશ્રણ જેવી બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો. • નારિયેલ જેવા પાકમાં દવાઓ મૂળ શોષક પધ્ધતિથી આપવી. • સિન્થેટીક પાયરોથ્રોઇડ ગ્રુપની દવાઓનો ઉપયોગ ટાળવો. • ઉપદ્રવ વધતો જણાય તો ભલામણ મૂજબ પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિલિ, એબામેક્ટીન ૧.૮ ઇસી ૨ મિલિ, સ્પાયરોટેટ્રામેટ ૧૫૦ ઓડી ૨.૫ મિલિ, ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી ૧૦ મિલિ, ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલિ, ઇથીયોન ૫૦ ઇસી ૧૦ મિલિ, ક્લોરફેનાપાયર ૧૦ ઇસી ૧૦ મિલિ, એસિફેટ ૭૫ એસપી ૧૦ ગ્રા, સ્પાયરોમેસીફેન ૨૨.૯ ઇસી ૧૦ મિલિ જેવી દવાઓનો છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
30
6
સંબંધિત લેખ