સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફ્લાવર પાક ની રોપણી અંતર અને પદ્ધતિ !
ખૂબ જ વહેલી તેમજ વહેલી કોલી ફ્લાવરની રોપણી કરવાની જાતોમાં જમીનના પ્રત અને ફળદ્રુપતા પ્રમાણે બે હરોળ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી. અંતર રાખવું જ્યારે એક હરોળમાં બે છોડ વચ્ચે 20-30 સે.મી. અંતર રાખવું. આ જાતોમાં દડાનું કદ નાનું રહેતું હોવાથી એકમ વિસ્તારમાં જેટલા છોડની સંખ્યા વધુ તેટલું વધારે ઉત્પાદન મળતું હોય છે. મધ્યમ મોડી તેમજ મોડી રોપણી કરવામાં આવતા કોલી ફ્લાવરની રોપણી જમીનના પ્રત અને ફળદ્રુપતા પ્રમાણે બે હરોળ વચ્ચે 45 થી 60 સે.મી. અંતર રાખવું જ્યારે એક હરોળમાં બે છોડ વચ્ચે 30 થી 45 સે.મી. અંતર રાખવું. કોલી ફ્લાવરની ફેરરોપણી સપાટ જમીન ઉપર ન કરતાં એકતરફી ચાસ કાઢીને ચાસની એક બાજુએ રોપણી કરવી જેથી ફેરરોપણી પછી ચાસમાં પિયત આપવાથી છોડના મૂળ ખુલ્લા પડે નહીં તેમજ જમીનમાં પાણીનો ભરાવો થતો નથી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
15
3
સંબંધિત લેખ